બિકાનેર પ્રોપર્ટી કેસ: આજે જયપૂરમાં રોબર્ટ વાડ્રા અને તેમની માતા મૌરીનથી પૂછપરછ કરશે ED
વાડ્રા અને તેમની માતા સોમવારની બપોરે જયપૂર હવાઇ મથક પર પહોંચ્યા હતા. જો વાડ્રા આજે ઇડી સમક્ષ હાજર થાય છે તો તેઓ આ તપાસ એજન્સીની સામે ચોથી વખત હાજર થશે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા રાજસ્થાનના બિકાનેરમાં એક કથિત જમીન કૌભાંડની તપાસ મામલે આજે (મંગળવારે) જયપૂરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની સમક્ષ હાજર થશે. વાડ્રાની માતા મૌરીન પણ મંગળવારના જયપૂરની ભવાની સિંહ રોડ સ્થિત ઇડીની ક્ષેત્રીય ઓફિસમાં હાજર થશે.
વધુમાં વાંચો: દિલ્હી: કરોલબાગની હોટલમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત
દિલ્હીમાં પણ કરવામાં આવી પૂછપરછ
વાડ્રા અને તેમની માતા સોમવારની બપોરે જયપૂર હવાઇ મથક પર પહોંચ્યા હતા. જો વાડ્રા આજે ઇડી સમક્ષ હાજર થાય છે તો તેઓ આ તપાસ એજન્સીની સામે ચોથી વખત હાજર થશે. ગત ત્રણ તક પર તેઓ ગેરકાયદે વિદેશમાં સંપત્તિ ખરીદવામાં તેમની કથિત ભૂમિકા માટે તેમની સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગ મામલે તપાસના સંદર્ભમાં દિલ્હીમાં ઇડીની સમક્ષ હાજર થયા હતા.
વધુમાં વાંચો: ભૂપેન હજારિકાનાં પુત્રનો ભારત રત્ન લેવાનો ઇન્કાર, ભાઇએ કહ્યું હું સંમત નથી
રાજસ્થાન હાઇકોર્ટે આપ્યા હાજર થવાના આદેશ
રાજસ્થાન હાઇકોર્ટેના આદેશ પર વાડ્રા અને તેમની માતા ઇડીની સમક્ષ હાજર થવાના છે. કોર્ટે તેમને તે સમયે બંનેને ઇડી દ્વારા કરવામાં આવતી તપાસમાં સહયોગ કરવાનું કહ્યું જ્યારે તેમણે કોર્ટમાં ઇડીને આ આદેશ આપવાની માગ કરી કે તેઓ તેમની સામે કોઇ કડક કાર્યવાહી ન કરે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ અધિકારી (આઇઓ) મની લોન્ડ્રિંગ નિવારણ અધિનિયમ (પીએમએનએ) અંતર્ગત વાડ્રા અને તેમની માતાનું નિવેદન દાખલ કરે.
વધુમાં વાંચો: CBIના પૂર્વ ચીફ નાગેશ્વર રાવે સુપ્રીમ સક્ષમ હાજર થતા પહેલા માંગી માફી
ઇડીએ ગત અઠવાડીએ દિલ્હીમાં ત્રણ અલગ અલગ દિવસે કુલ મળીને લગભગ 24 કલાક પૂછપરછ કરી હતી. બિકાનેરના મામલે ઇડીએ વાડ્રાને ત્રણ વખત સમન્સ આપ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા અને છેલ્લે કોર્ટની શરણમાં આવ્યા હતા. ઇડીએ જમીન સોદા મામલે 2015માં એક ગુનાહિત મામલો દાખલ કર્યો હતો. રાજસ્થાન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રાથમિક અને આરોપ-પત્રોની નોંધ લીધા બાદ આ કેસ દાખલ કર્યો હતો.
વધુમાં વાંચો: લોકસભામાં વચગાળાનું બજેટ પસાર, કોંગ્રેસ, NCP, CPI-Mનો વોક-આઉટ
પોલીસે આ મામલો ત્યારે નોંધ્યો જ્યારે બિકાનેરના તહસીલદારે ભારત-પાક બોર્ડર હોવાના કારણે સંવેદનશીલ માનવામાં આવતા વિસ્તારમાં જમીન ફાળવણીમાં કથિત બનાવટની ફરિયાદ કરી હતી. માનવામાં આવે છે કે ઇડી વાડ્રાથી કથિત રીતે જોડાયેલી મેસર્સ સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડના કામકાજ વિશે પૂછપરછ કરવા માગતી હતી. આ કંપનીએ જમીન ખરીદી હતી. તપાસ એજન્સી વાડ્રાથી કથિત રીતે જોડાયેલા લોકોના નિવેદન લઇને તેમની પૂછપરછ કરવા માગે છે.