નવી દિલ્હીઃ રોહિંગ્યા શરણાર્થીઓના આવાસના મુદ્દા પર દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે આર-પારની લડાઈ ચાલી રહી છે. હવે કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પલટવાર કરતા કહ્યુ કે કેજરીવાલ સરકાર રોહિંગ્યા મુસલમાનોને ફ્રીમાં ફ્લેટ આપવા ઈચ્છતી હતી. તેમણે આપ સરકાર પર જૂઠ બોલવાના આરોપ લગાવતા પૂછ્યુ કે રોહિંગ્યા પ્રત્યે સહાનુભૂતિ કેમ છે? રોહિંગ્યા ઘુષણખોરો પર દિલ્હી સરકાર આટલી દયાળુ કેમ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુરાગ ઠાકુરે કહ્યુ, 'મુખ્યમંત્રીની પાસે કોઈ વિભાગ નથી. પરંતુ રોહિંગ્યાને બધી સુવિધા આપવાનું કામ કરે છે. આખરે કેમ કેજરીવાલ સરકાર અને તેના અધિકારીઓએ રોહિંગ્યાને EWS ફ્લેટ આપવાની વાત કહી. જ્યારે તેના સ્વાસ્થ્ય મંત્રીની વાત કરવામાં આવે તો તે જવાબ આપતા નથી. શરાબ નીતિ પર જવાબ આપતા નથી. માત્ર ફ્રીની રેવડી વહેંચે છે. હવે રોહિંગ્યાને ફ્રી ફ્લેટ આપવા ચાલ્યા હતા. આ વોટ બેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ કરવામાં પાછળ હટતા નથી.'


મુંબઇમાં 26/11 પાર્ટ 2નું  ટ્રેલર? હથિયારો ભરેલી હોડી મળી આવી, તપાસ શરૂ


સિસોદિયાએ શાહને લખ્યો પત્ર
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરૂવારે કહ્યુ કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી જે તપાસ કરવાનો આદેશ આપવાનો આગ્રહ કર્યો છે કે રોહિંગ્યા મુસલમાનોને રાજધાનીમાં ફ્લેટમાં મોકલવાનો નિર્ણય કોના નિર્દેશ પણ લેવામાં આવ્યો હતો. સિસોદિયાએ કહ્યુ- અમે રોહિંગ્યાને ફ્લેટમાં મોકલવાનો નિર્ણય લીધો નથી. કેન્દ્રએ પણ કહ્યું કે તેણે નિર્ણય લીધો નથી. તો પછી આ નિર્ણય કોણે કર્યો? તેમણે માંગ કરી કે આ નિર્ણય જેણે લીધો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube