નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સાંસદ રૂપા ગાંગુલીના પુત્ર આકાશ મુખર્જીની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. આકાશ મુખરજીને એક કાર અકસ્માત બાદ ધરપકડ કરાયો. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવાતું હતું કે આકાશ નશામાં હતો પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આકાશ મુખર્જીના લોહીના નમૂનાના પરીક્ષણમાં લોહીમાં કોઈ નશીલો પદાર્થ મળી આવ્યો નથી. આકાશને આજે કોર્ટમાં રજુ કરાશે. અત્રે જણાવવાનું કે આકાશ પર આઈપીસીની કલમ 427, 279 હેઠળ કેસ દાખલ થયો છે. ત્યારબાદ સાંસદ રૂપા ગાંગુલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે આ અકસ્માત પર પોતાના તરફથી સ્પષ્ટીકરણ આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370: UNની 'બંધ બારણે' બેઠકનો શું છે આશય, તેનાથી કાશ્મીર મુદ્દે કોઈ ફરક પડશે ખરો? 


અત્રે જણાવવાનું કે કોલકાતાના એક રહેણાંક વિસ્તાર ગોલ્ફ ગાર્ડન પાસે આકાશ ગાંગુલીની કાળા રંગની સેડાન કાર એક ક્લબની દીવાલ સાથે ટકરાઈ હતી, ત્યારબાદ લોકોનો આરોપ હતો કે આકાશ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આકાશની ગાડીની ઝડપ ખુબ વધારે હતી અને આ અકસ્માતના કારણે ઘણા લોકોના જીવ જઈ શકે તેમ હતાં. જો કે કોઈ જાનહાનિ ન થઈ અને કોઈને ઈજા પણ નથી થઈ, આકાશ પણ સુરક્ષિત છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...