નવી દિલ્હીઃ વિપક્ષી પાર્ટીઓના ભારે વિરોધ વચ્ચે રાજ્યસભામાંથી પણ કૃષિ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020 ને પાસ કરાવી લેવામાં આવ્યા. ધ્વનિમતથી પાસ થયા પહેલા આ બિલ પર ગૃહમાં ભારે હંગામો થયો હતો. તો 12 સાંસદો ધરણા પર બેસી ગયા હતા.


ગૃહમાં બિલ પાસ થયા બાદ કેટલાક સાંસદો રાજ્યસભામાં ધરણા પર બેઠા હતા. પરંતુ બાદમાં રાજ્યસભા સાંસદોએ ગૃહની અંદર ધરણા સમાપ્ત કર્યાં અને સંસદ પરિસરમાં ગાંધીજીની મૂર્તિ પાસે ધરણા આપવા લાગ્યા હતા. વિપક્ષી પાર્ટીોના નેતા ગાંધી સ્ટેચ્યૂ પર ધરણા પર બેઠા જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ સહિત અન્ય પાર્ટીઓ સામેલ હતી. થોડા સમય બાદ આ સાંસદોના ધરણા સમાપ્ત થઈ ગયા હતા. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube