Brij Bhushan Singh Bail: મહિલા કુસ્તીબાજોના ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહને મોટી રાહત, કોર્ટમાંથી મળ્યા નિયમિત જામીન
Brij Bhushan Singh Bail: કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મહિલા રેસલરો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના કેસમાં કોર્ટે ભાજપ સાંસદને જામીન આપી દીધા છે.
નવી દિલ્હીઃ મહિલા રેસલરોના જાતીય સતામણીના મામલામાં કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહને જામીન મળી ગયા છે. ભાજપ સાંસદને દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે ગુરૂવારે જામીન આપ્યા છે. કોર્ટે જામીન માટે શરત રાખી છે કે બૃજભૂષણ કોર્ટને જણાવ્યા વગર વિદેશ પ્રવાસ કરી શકશે નહીં. બૃજભૂષણના જામીનને લઈને દિલ્હી પોલીસે કર્યું કે અમે ન તો વિરોધ કરીએ છીએ ન તેના પક્ષમાં છીએ. આ પહેલા રાઉઝ એવેન્યૂ કોર્ટે સવારે સુનાવણી કરી હતી અને જામીન પર નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. પછી કોર્ટે 4 કલાકે કાર્યવાહી શરૂ કરી અને બૃજભૂષણને કેસમાં નિયમિત જામીન આપવાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે 18 જુલાઈએ બૃજભૂષણ શરણ સિંહને વચગાળાના જામીન આપ્યા હતા. હવે તેને મોટી રાહત મળતા નિયમિત જામીન મળી ગયા છે. તેમના વકીલે કહ્યુ કે બૃજભૂષણ શરણ સિંહને જ્યારે ચાર્જશીટ દાખલ કરવા સુધી ધરપકડ કરવાની જરૂર ન પતી તો પછી હવે તેની શું જરૂર છે. તેને આધાર માનતા કોર્ટે જામીન આપી દીધા છે. બૃજભૂષણ સિવાય તેના નજીકના અને કુશ્તી મહાસંઘના પૂર્વ પદાધિકારી વિનોદ તોમરને પણ રાહત મળી છે. તેને પણ કુલ છ કેસોમાં માત્ર 2માં સહ-આરોપી બનાવવામાં આવ્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube