નવી દિલ્હીઃ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મંગળવારે એક એવા ઇ-ટિકિટિંગ રેકેટનો ખુલાસો કર્યો, જેના તાર દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું કે, તેની પાછળ રેરર ફન્ડિંગની શંકા છે. રેકેટનો મુખિયા દુબઈમાં છે. તપાસ દરમિયાન ચોંકવનારા ખુલાસા થયા છે. આ મામલામાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 2400 બ્રાન્ચમાં ખાતા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેરર ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગની શંકા
હાલના વર્ષોમાં ટિકિટોના ગેરકાયદેસર વેપાર પર સૌથી મોટી કાર્યવાહીમાં આરપીએફે ઝારખંડના એક વ્યક્તિની ધરપકડ કરી છે. શંકા છે કે તે ટેરર ધિરાણમાં સામેલ હતો. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ ગુલામ મુસ્તફા છે અને તેની ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે. મુસ્તદા મદરસેમાં ભણેલો છે પરંતુ પોતે સોફ્ટવેર ડેવલોપિંગ શીખ્યું છે. 


આરોપીની પાસે  IRCTCના 563 આઈડી, 3000 બેન્ક ખાતા
ગુલામ મુસ્તફાની પાસે આઈઆરસીટીસીના 563 પર્સનલ આઈડી મળ્યા છે. આ સિવાય શંકા છે કે એસબીઆઈના 2400 અને પ્રાદેશિક ગ્રામિણ બેન્કોની 600 શાખામાં તેના બેન્ક એકાઉન્ટ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...