રેલવે પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર, 15 ડિસેમ્બરથી ફરીથી શરૂ થશે ભરતી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયા દ્વારા 1.4 લાખ વેકેન્સી (Railway vacancy)ના માટે 2 કરોડ 44 લાખ લોકોએ અરજી કરી છે. જે પરીક્ષાર્થી ડિકલેરેશન નહી આપે તેમને પરીક્ષામાં હાજર રહેવાની પરવાનગી નહી આપવામાં આવે.
નવી દિલ્હી: રેલવે (Indian Railway)માં અરજી કરી ચૂકેલા લોકો માટે સારા સમાચાર છે. રેલવેના 21 રેલવે ભરતી બોર્ડ (Railway recruitment board) સૌથી મોટી ભરતી પ્રક્રિયાની શરૂઆત કરવા જઇ રહી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 1.4 લાખ વેકેન્સી (Railway vacancy)ના માટે 2 કરોડ 44 લાખ લોકોએ અરજી કરી છે.
આપવું પડશે ઘોષણા પત્ર
રેલવે (Indian Railway) 15 ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા (Railway recruitment process) શરૂ કરવા જઇ રહી છે. આ ભરતી પ્રક્રિયા કોરોના મહામારી (Coronavirus Pandemic)ના લીધે પ્રતિબંધ લગાવી દીધો છે. રેલવેએ પરીક્ષા સંપન્ન કરવા માટે તૈયારે પુરી કરી લીધી છે. પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. પરીક્ષા આપનારને માસ્ક પહેરીને આવવું પડશે. સાથે જ એક ઘોષણાપત્ર આપવું પડશે કે તેમણે કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમને કોરોના નથી. જે પરીક્ષાર્થી ડિકલેરેશન નહી આપે તેમને પરીક્ષામાં હાજર રહેવાની પરવાનગી નહી આપવામાં આવે.
આ છે ત્રણ તબક્કા
ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં સંપન્ન થશે
1. પહેલા તબક્કામાં કોમ્યુતર બેસ્ડ એક્ઝામ થશે, જે 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. આ તેમના માટે છે. જેમણે મંત્રાલયની કેટેગરીમાં અરજી કરી છે.
2. બીજી પરીક્ષા સીબીટી એટલે કે સેકન્ડ ફેસ ઓફ સીબીટી ફોર નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીની હશે, આ 28 ડિસેમ્બર 2020થી શરૂ થઇને માર્હ્ક 2021 સુધી ચાલશે.
3. ત્રીજો સંભવિત તબક્કો એપ્રિલ 2021માં થશે. આ સીબીટી લેવલ 1 માટે યોજાશે, જે એપ્રિલથી આગામી જૂન સુધી ચાલશે.
રેલવેએ તમામ અભ્યાર્થીઓને અપીલ કરી છે કે આરઆરબી એટલે કે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (Railway recruitment board)પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો અને કોરોના પ્રોટોકોલ (Corona protocol) ફોલો કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube