નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભારતની કાયદાનો અમલ કરાવતી વિવિધ એજન્સીઓ દ્વારા કુલ 3449.12 કરોડની કિંમતનો સામાન પકડવામાં આવ્યો છે. જેમાં રોકડ રકમ, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુની ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. ચંટણી પંચે રવિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 10 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચમાં ચૂંટણી ખર્ચના ડિરેક્ટર જનરલ દીલીપ શર્માએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "આ વખતની ચૂંટણીમાં 2014ની લોકસભા ચૂંટણી કરતાં ત્રણ ગણી કિંમતની વસ્તુઓ ચૂંટણી પંચ દ્વારા પકડવામાં આવી છે. 2014ની ચૂંટણીમાં કુલ રૂ.1,206 કરોડની કિંમતનો સામાન પકડવામાં આવ્યો હતો."


તેમણે જણાવ્યું કે, 10 માર્ચ, 2019થી 19 મે, 2019 દરમિયાન ચૂંટણી પંચ અને વિવિધ એજન્સીઓ દ્વારા રૂ.838.03 રોકડા, રૂ.294.41 કરોડનો દારૂ, રૂ.1270.37 કરોડની કિંમતની ડ્રગ્સ, રૂ.986.76 કરોડની કિંમતની કિંમતી ધાતુ જેમાં સોનાનો સમાવેશ થાય છે, તે પકડવામાં આવ્યા હતા. 


લોકસભા ચૂંટણી 2019: સોશિયલ મીડિયાના દુરૂપયોગની 900 અને પેઈડ ન્યૂઝની 647 ઘટના


આ ઉપરાંત, મતદારોને રીઝવવા માટે મફતમાં આપવામાં આવતી ચીજ વસ્તુઓ જેવી કે સાડી, કાંડાઘડિયાળ વગેરે રૂ.58.56 કરોડની કિંમતની પકડવામાં આવી છે. આ રીતે, કુલ રૂ.3.449.12 કરોડની રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ પકડાઈ છે. 


જૂઓ LIVE TV...


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...