નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ કાયદાને લઇને કિસાન આંદોલન ચાલુ છે. દિલ્હીની સીમાઓ પર કિસાન આ કૃષિ કાયદાને પરત લાવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દરમિયાન ઘણા કિસાનોએ જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મોટી જાહેરાત કરતા કહ્યું કે આ આંદોલનમાં જીવ ગુમાવનાર કિસાનોના પરિવારના એક એક સભ્યોને નોકરી અને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા કિસાનો અને સરકારની વાતચીત અત્યાર સુધી પરિણામ વગરની રહી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અટાર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, અમે આશા છે કે, ટૂંક સમયમાં વિરોધ સમાપ્ત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube