રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યાં 9 ઉમેદવાર, જાણો કોને-કોને મળી ટિકિટ
ભાજપે પ્રથમ યાદીમાં મધ્યપ્રદેશથી કોંગ્રેસ છોડી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બિહારથી સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ખાલી થયેલી 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપની પ્રથમ યાદીમાં મધ્ય પ્રદેશથી કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બિહારથી સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે.
રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરૂણ સિંહે અખબારી યાદી જારી કરી મંગળવારે ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર નિર્ણય લેવાયાની જાણકારી આપી હતી. ભાજપે આસામથી ભુવનેશ્વર કાલીતા, ગુજરાતથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, ઝારખંડથી દીપક પ્રકાશ, મણિપુરથી લિએસેંબા મહારાજાને ટિકિટ આપી છે. મહારાષ્ટ્રથી શ્રીમંત ઉદયના રાજે ભોંસલે અને રાજસ્થાનથી રાજેન્દ્ર ગેહલોત ભાજપના ઉમેદવાર હશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube