RSS માં મોટો ફેરફાર, કૃષ્ણ ગોપાલની જગ્યાએ BJPની સાથે કોર્ડિનેશનનું કામ જોશે અરૂણ કુમાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ક્ષેત્ર અને પ્રાંત પ્રચારકોની ચિત્રકૂટમાં ચાલી રહેલી ચાર દિવસીય બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત તમામ સંઘના મોટા પદાધિકારી સામેલ થયા છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે (RSS) પોતાના પદાધિકારીઓના દાયિત્વમાં મોટું પરિવર્તન કર્યું છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે RSS તરફથી ભાજપની સાથે કોર્ડિનેશનનું કામ હવે સહ-સરકાર્યવાહ અરૂણ કુમાર (Arun Kumar) જોશે. અત્યાર સુધી કૃષ્ણ ગોપાલ (Krishna Gopal) આરએસએસ અને ભાજપ વચ્ચે કોર્ડિનેશનનું કામ જોતા હતા. આ સાથે બંગાળમાં પ્રાંત પ્રચારકને પણ ચેન્જ કરવામાં આવ્યા છે.
સંઘના પ્રચારકોની ચાર દિવસીય બેઠકમાં નિર્ણય
મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ક્ષેત્ર અને પ્રાંત પ્રચારકોની ચાર દિવસીય બેઠક શુક્રવારથી ચિત્રકૂટમાં શરૂ થઈ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત તમામ સંઘના મોટા પદાધિકારી તેમાં સામેલ થયા છે. સંઘ સૂત્રો અનુસાર આ વિચાર મંથનથી તમામ સામાજિક અને દેશના અન્ય મુદ્દા પર મંથન કરવામાં આવશે. આરએસએસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર પ્રતિ વર્ષ આ બેઠક સામાન્યતઃ જુલાઈમાં હોય છે. આ બેઠક કોરોના વાયરસને કારણે પાછલા વર્ષે ચિત્રકુટમાં આયોજીત થઈ શકી નહીં. આ બેઠક આ વર્ષે ચિત્રકૂટમાં યોજાઈ રહી છે. કોરોનાના નિયમોને જોતા સીમિત સંખ્યામાં પદાધિકારી હાજર રહેશે. કેટલાક કાર્યકર્તા પ્રત્યક્ષ રૂપથી કેટલાક ઓનલાઇન માધ્યમથી જોડાશે.
આ પણ વાંચોઃ West Bengal: દીદી સરકારમાં નાણામંત્રી રહેવા ઈચ્છતા નથી અમિત મિત્રા, જાણો શું છે કારણ?
આ છે બેઠકનો મુદ્દો
સંઘ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 9-10 જુલાઈને 11 ક્ષેત્રોના ક્ષેત્ર પ્રચારક તથા સહ ક્ષેત્ર પ્રચારકોની બેઠક ચિત્રકૂટમાં થઈ છે. તેમાં સરસંઘચાલક ડો. ભાગવત, સહકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે તથા બધી પાંચેય સહસરકાર્યવાહ ઉપસ્થિત રહ્યા છે. સાથે સંઘના સાત કાર્યવિભાગના અખિલ ભારતીય પ્રમુખ તથા સહ પ્રમુખ પણ સામેલ રહ્યા. 12 જુલાઈએ બધા 45 પ્રાંતોના પ્રાંત પ્રચારકો અને સહ પ્રાંત પ્રચારક ઓનલાઇન માધ્યમથી જોડાશે અને 13 જુલાઈએ વિવિધ સંબદ્ધ સંગઠનો અખિલ ભારતીય સંગઠન મંત્રી ઓનલાઇન માધ્યમથી બેઠકમાં સામેલ થશે. આ બેઠક સામાન્યતઃ સંગઠનાત્મક વિષયો પર કેન્દ્રીત છે. સાથે કોરોના વાયરસ સંક્રમણથી પીડિત લોકોની સહાયતા માટે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી દેશવ્યાપી સેવા કાર્યોની સમીક્ષા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube