બે બાળકોના કાયદાને લઈને વિવાદ બાદ સંઘ પ્રમુથ મોહન ભાગવતની સ્પષ્ટતા, કહી આ વાત
મોહન ભાગવતે કહ્યું કે, સંઘના ઈતિહાસમાં કેટલા એવા પ્રસંગ આવ્યા કે સંઘ સમાપ્ત થઈ જશે, પરંતુ તે પોતે સમાપ્ત થઈ ગયા છે.
બરેલીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત રવિવારે બરેલી પહોંચ્યા હતા. મોહન ભાગવતે ભવિષ્યના ભારત પર સંઘના દ્રષ્ટિકોણ પર વ્યાખ્યાન કરતા જનસંખ્યા પર મીડિયામાં ચાલી રહેલી ખબરોનું ખંડન કર્યું હતું. તો પરોક્ષ રૂપે વિપક્ષ પર નિશાન પણ સાધ્યું હતું.
મોહન ભાગવતે જનસંખ્યા કાયદા પર બે બાળકોના કાયદા પર ચાલી રહેલી મીડિયાના અહેવાલનું ખંડન કરતા પરોક્ષ રૂપે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અમે બે બાળકોના કાયદાની વાત કરી નથી. અમે કહ્યું કે, જનસંખ્યા એક સમસ્યા પણ છે અને સાધન પણ, તેનો વિચાર કરતા એક નીતિ બનવી જોઈએ. સરકારે એક નીતિ બનાવી છે પરંતુ તેના પર વધુ વિચાર કરવાની જરૂર છે. બધાનું મન બનાવીને કાયદો બનવો જોઈએ, પછી બધા પર લાગૂ થવો જોઈએ. પરંતુ આ પણ કેટલાક લોકોએ પ્રતિભા બનાવી રાખી છે કે તેનો આગામી એજન્ડા આ હશે તો, અમારે તેનું ખંડન કરવાની જરૂર નથી.
મોહન ભાગવતે કહ્યું કે, સંઘના ઈતિહાસમાં કેટલા એવા પ્રસંગ આવ્યા કે સંઘ સમાપ્ત થઈ જશે, પરંતુ તે પોતે સમાપ્ત થઈ ગયા. તેમણે કહ્યું કે, વહેમ પેદા કરીને અને વહેમનો ડર દેખાડીને પોતાની પાછળ ભીડ ભેગી કરવી, પરંતુ અમે ભીડ ભેગી કરવામાં વિશ્વાસ કરતા નથી. તેમણે કહ્યું કે, અમારે કોઈને હરાવવા નથી. અમારુ કોઈ દુશ્મન નથી. આ બધા લોકો જે પણ કઈ રહ્યાં છે, તે પણ અમારા પોતાના છે. અમારે તેની સાથે પણ જોડાવાનું છે. તેમાંથી કોઈ છૂટશે નહીં, આ બધા અમારા પોતાના છે. અમારા મનમાં ગુસ્સો નથી. તે જે પ્રચારનો માર્ગ અપનાવે છે, તે અજ્ઞાનતાને કારણે છે.
કોંગ્રેસના 3 દિગ્ગજ નેતાઓના નાગરિકતા કાયદાના સમર્થનમાં નિવેદન, હવે શું કરશે પાર્ટી?
તેમણએ કહ્યું કે, સંઘ સમાપ્ત કરનારા ખુદ સમાપ્ત થઈ ગયા છે. મોહન ભાગવતે કહ્યું કે, અમારી કોઈ ચૂંટણી લડવી નથી. અમને મતની ચિંતા નથી. તો સંઘના કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, જનસંખ્યા પર સંઘ પ્રમુખે જે દિશા નિર્દેશ આપ્યા છે, તેના પર આપણે કામ કરવાનું છે. તેમણે કહ્યું કે, જે લોકો એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યાં છે, તેને કાયદાની જાણકારી નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube