ગુવાહાટીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, નાગરિકતા કાયદો (CAA) કોઈપણ ભારતના નાગરિક વિરુદ્ધ બનાવવામાં આવ્યો નથી. ભારતના નાગરિક મુસલમાનોને સીએએથી કંઈ નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે, વિભાજન બાદ એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આપણે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું. આપણે આજ સુધી તેની પાલન કરી રહ્યાં છીએ. પાકિસ્તાને તેમ કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંઘ પ્રમુખે કહ્યુ- સીએએથી કોઈ મુસલમાનને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સીએએ અને એનઆરસીને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઈ લેવા-દેવા નથી. રાજકીય લાભ લેવા માટે તેને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે. 


ઓક્સિજનની કમીથી મૃત્યુના આંકડા કોઈ પણ રાજ્યએ આપ્યા નથી- સંબિત પાત્રા


મોહન ભાગવતે કહ્યુ- આપણે દુનિયા પાસેથી ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, લોકતંત્ર શીખવાની જરૂર નથી. આ આપણી પરંપરામાં છે, આપણા લોહીમાં છે. આપણે દેશે તેને લાગૂ કર્યું છે અને જીવિત રાખ્યું છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે આ વાત કહી છે. 


મોહન ભાગવત મંગળવારે સાંજે બે દિવસની યાત્રાએ અસમ પહોંચ્યા હતા. અસમમાં ભાજપની સત્તામાં વાપસી બાદ ભાગવતની રાજ્યમાં પ્રથમ યાત્રા છે . આરએસએસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યુ હતુ કે મોહન ભાગવત અસમના વિવિધ ક્ષેત્રો અને અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક યોજી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube