નવી દિલ્હી: આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું છે કે દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં મળશે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે આવું એટલા માટે છે કારણ કે અમે હિન્દુ છીએ અને હિન્દુ સંસ્કૃતિ વિવિધતાઓનો સ્વીકાર કરનારી વિશ્વની એકમાત્ર સંસ્કૃતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના ભત્રીજીનું પર્સ છીનવીને ફરાર થયેલા બદમાશને પોલીસે દબોચ્યો


એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે કેટલાક લોકોનું માનવું છે કે અંગ્રેજોના આવવાથી અમારી ઉન્નતિ થઈ, જે બિલકુલ ખોટી વાત છે. ગોરા લોકો આપણા દેશમાં ન આવત તો પણ આપણે વેદોના આધારે વર્ગવિહિન સમાજની સ્થાપના કરી શકવામાં કાબેલ છીએ. હિન્દુ કોઈ ભાષા કે પ્રાન્ત નથી, તે એક સંસ્કૃતિ છે જે ભારતના લોકોનો સાંસ્કૃતિક વારસો છે. આ સંસ્કૃતિ વિવિધતાઓનો સ્વીકાર કરતી અને સન્માન કરતી સંસ્કૃતિ છે. દુનિયાની એક માત્ર એવી સંસ્કૃતિ છે. આથી વિશ્વમાં જ્યારે પણ કોઈ દેશ લડખડાયો તો આ ધરા પાસે આવ્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...