નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવલ સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે ગુરૂવારે દેશ માટે શહીદ થતા જવાનો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી, છતાં પણ દેશની સરહદો પર સૈનિકો શહીદ થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરએસએસ પ્રમુખ ભાગવતે નાગપુરમાં પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના રજત જયંતી કાર્યક્રમમાં કહ્યું કે, આ એટલા માટે થઈ રહ્યું છે કે, આપણે આપણું કામ યોગ્ય રીતે કરી રહ્યાં નથી. 


તેમણે કહ્યું, ભારતને આઝાદી મળ્યા પહેલા દેશ માટે જીવ આપવાનો સમય હતો. આઝાદી બાદ યુદ્ધ દરમિયાન કોઈપણ સરહદ પર જીવ કુરબાન કરવાનો હોય છે. (પરંતુ) આપણા દેશમાં (આ સમયે) કોઈ યુદ્ધ નથી પરંતુ લોકો (સૈનિકો) શહીદ થઈ રહ્યાં છે... કારણ કે આપણે આપણું કામ યોગ્ય રીતે કરી રહ્યાં નથી. 


તેમણે કહ્યું, જો કોઈ યુદ્ધ નથી તો કોઈ કારણ નથીં કે કોઈ સૈનિક સરહદ પર પોતાનો જીવ ગુમાવે. તેમણે કહ્યું કે, તેને રોકવા માટે દેશને મહાન બનાવવા માટે પગલા ભરવા જોઈએ.