RSS બેઠકમાં તૈયાર થશે યૂપી ભાજપનો રોડમેપ! આ મુદ્દાઓ પર લડવામાં આવશે ચૂંટણી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંઘ અને ભાજપ યૂપી વિધાનસભા ચૂંટણી 2022 ની રણનીતિ પર ચર્ચા કરશે. સંઘના તમામ આનુસાંગિક સંગઠન પોત પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
લખનઉ: યૂપી વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections) માં અત્યારે 8 મહિનાનો સમય બાકી છે પરંતુ તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ યુદ્ધસ્તર પર શરૂ કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 15 જુલાઇના રોજ વારાણસીથી મિશન યૂપી શરૂઆત કરી જ્યાં પીએમએ યોગી મોડલની પ્રશંસા કરી.
યૂપીમાં સંઘની સમન્વય બેઠક
સંઘ (RSS) પણ યૂપીને લઇને પણ સક્રિયા છે. આજે સવારે 10 વાગ્યાથી યૂપીની રાજધાની લખનઉમાં સંઘની સમન્વય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ સહિત સંઘના તમામ આનુસાંગિક સંગઠન ભાગ લઇ રહ્યા છે. ભાજપ (BJP) ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ આ બેઠકમાં સામેલ છે. સંઘના વરિષ્ઠ પદાધિકારી આ બેઠકમાં તમામ સંગઠનો સાથે ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરશે.
Amazon સાથે ફક્ત 4 કલાક કામ કરી દર મહિના કરો 60 હજારની કમાણી, જાણો કેવી રીતે?
સીએમ યોગી સહિત આ નેતા મીટિંગ થશે સામેલ
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ સંઘની બેઠકમાં સામેલ થશે. યૂપી સરકારના બંને ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને ડોક્ટર દિનેશ શર્મા પણ હાજર રહેશે. યૂપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને યૂપી ભાજપના સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ આ બેઠકમાં રોડમેપ પર ચર્ચા કરશે. યૂપી સરકારના કામકાજ અને યોજનાઓની જાણકારી સંઘનએ આપવામાં આવશે. યૂપી બીજેપી સંગઠન પણ પોતાના કામો અને યોજનાઓની જાણકારી આપશે.
યૂપી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંઘ અને ભાજપ યૂપી વિધાનસભા ચૂંટણી 2022 ની રણનીતિ પર ચર્ચા કરશે. સંઘના તમામ આનુસાંગિક સંગઠન પોત પોતાનો રિપોર્ટ રજૂ કરશે. એબીવીપીથી માંડીને વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારી યૂપીને લઇને પોતાની તૈયારીની જાણકારી આપશે.
યૂપીના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા થશે. યૂપીના રાજકારણમાં માનવામાં આવે છે કે આ બેઠકમાં સંઘ પોતાના ભવિષ્યની યોજનાઓની જાણકારી પણ તમામ સાથે શેર કરશે. દેશ અને પ્રદેશના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
Mumbai માં વરસાદના લીધે Chembur અને Vikhroli માં Landslide, 23 લોકોના મોત, જવાબદાર કોણ
તમને જણાવી દઇએ કે બ્લોક પ્રમુખ ચૂંટણી બાદ જ યૂપીમાં ભાજપ સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઇ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ 16 જુલાઇના રોજ યૂપી બીજેપી કાર્યસમિતિના ઉદઘાટન કર્યું છે.
2021 માં પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન કરી શકે છે. એટલે કે યૂપીમાં સોશિયલ એન્જીનિયરિંગ સાથે-સાથે વિકાસના મુદ્દાઓને લઇને ભાજપ ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. જેમાં ભાજપનું સૌથી મોટું ટ્રંપ કાર્ડ પીએમ મોદી જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube