RSS માં મોટો ફેરબદલ, ભૈય્યાજી જોશીના બદલે દત્તાત્રેય હોસબોલે બન્યા સંઘના નવા સરકાર્યવાહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની નિર્ણય લેનાર સર્વોચ્ચ એકમ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં દત્તાત્રેય હોસબોલેને રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના સરકાર્યવાહક તરીકે ચૂંટવામાં આવ્યા છે. દત્તાત્રેય હોસબોલે, ભૈય્યાજી જોશીની જગ્યા લેશે.
બેંગલુરૂ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની નિર્ણય લેનાર સર્વોચ્ચ એકમ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં દત્તાત્રેય હોસબોલેને રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના સરકાર્યવાહક તરીકે ચૂંટવામાં આવ્યા છે. દત્તાત્રેય હોસબોલે, ભૈય્યાજી જોશીની જગ્યા લેશે. હોસબોલે 2009થી સંઘના સહ સરકાર્યવાહ છે.
આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે કહ્યું કે ભૈય્યાજી જોશીએ ઇચ્છા પ્રગટ કરી હતી તે 12 વર્ષોથી આ દાયિત્વને સંભાળી રહ્યા છે અને હવે આ જવાબદારી કોઇ યુવાનને આપવી જોઇએ. દત્તાત્રેય હોસબોલેને ત્રણ વર્ષ માટે સર્વ સંમત્તિથી ચૂંટવામાં આવ્યા છે અને હવે તે સંઘના નંબર બેના હોદ્દા પર પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube