નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ગુરૂવારે લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતને રાષ્ટ્રીય તાકાતોની જીત ગણાવી અને આશા વ્યક્ત કરી કે વિપક્ષી પાર્ટીઓ વિનમ્રતાની સાથે જનાદેશનો સ્વીકાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરએસએસ મહાસચિવ ભૈયાજી જોશીએ એક નિવેદનમાં કહ્યું, 'ભારતના કરોડો લોકો એક સ્થિર સરકાર મેળવવા માટે ભાગ્યશાળી છે.' લોકતંત્રની જીતમાં પોતાનું યોગદાન કરનારા પ્રત્યેકને ખુબ ખુબ શુભકામનાઓ. વિશ્વની સમક્ષ એકવાર ફરી લોકતંત્રની ભાવના સ્થાપિત થઈ છે. 



ભગવા સંગઠને આશા વ્યક્ત કરી કે નવી સરકાર સામાન્ય લોકોની આકાંક્ષાઓ અને આશાને પૂરી કરવામાં સફળતા હાસિલ કરશે અને વિપક્ષી પાર્ટીઓ વિનમ્રતાની સાથે હારનો સ્વીકાર કરશે. જોશીએ કહ્યું, અમે આશા કરીએ કે ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ તમામ કડવાશ પૂરી થશે અને જનાદેશનું વિનમ્રતા સાથે સ્વાગત કરવામાં આવશે.