નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી તથા કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ ગુરુવારે રાત્રે કહ્યું કે જે વાતનો ડર હતો અને પિતાને જે અંગે ચેતવવામાં આવ્યાં હતાં તે જ થયું. તેમણે આરોપ લગાવ્યો કે જેનો ડર હતો, ભાજપ/આરએસએસના 'ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટે' તે જ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર છેડછાડ કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘ નેતાઓ અને કાર્યકર્તાઓની જેમ અભિવાદન કરી રહ્યાં છે. શર્મિષ્ઠા મુખરજીએ પિતા પ્રણવ મુખરજીનો આરએસએસના કાર્યક્રમમાં જવાનો વિરોધ કર્યો હતો અને ટ્વિટર પર પોતાની પોસ્ટ દ્વારા નારાજગી પણ જાહેર કરી હતી.


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કોંગ્રેસના તમામ નેતાઓના વિરોધને બાજુએ હડસેલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના તાલીમ વર્ગના સમાપન સમારોહમાં ગુરુવારે સામેલ થયા હતાં અને તેમણે રેશમબાગ સ્થિત આરએસએસ હેડક્વાર્ટરમાં કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.


પુત્રી શર્મિષ્ઠાની ચેતવણીને પણ પ્રણવદાએ ફગાવી, આજે RSSના કાર્યક્રમમાં સામેલ થશે


પૂર્વ રાષ્ટ્રપતિના સંબોધન પહેલા સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે આરએસએસના કાર્યક્રમમાં મુખરજીના ભાગ લેવાને લઈને છેડાયેલી ચર્ચા નિરર્થક છે તથા તેમના સંગઠનમાં કોઈ પણ બહારની વ્યક્તિ નથી. હકીકતમાં આરએસએસના કાર્યક્ર્માં મુખરજીના ભાગ લેવાને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ આકરો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે તેમના આ ફેસલા સાથે અસહમતિ જતાવતા કહ્યું હતું કે પ્રણવ દાથી આવી આશા નહતી.


હવે અહેમદ પટેલે કાઢી પોતાની અકળામણ, દિગ્ગજ નેતા પ્રણવદાને કહી દીધુ ન કહેવાનું


પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ પણ ગુરુવારે કહ્યું હતું કે તેમના પિતા આરએસએસના કાર્યક્રમમાં ભાષણ આપવાના પોતાના ફેસલાથી ભાજપ અને આરએસએસને ખોટી ખબરો ફેલાવવાની તક આપી રહ્યાં છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમનું ભાષણ ભૂલાઈ જશે અને તસ્વીરો રહી જશે.