RSS નેતા કૃષ્ણ ગોપાલની દલીલ, કરોડોની સંખ્યામાં રહેલા મુસ્લિમો ભયભીત શા માટે?
સર સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે જણાવ્યું કે, ભારતમાં મુસલમાનોની સંખ્યા 15-16 કરોડ છે તેમ છતાં શા માટે ડરી રહ્યા છે? 40-50 લાખની સંખ્યા ધરાવતા જૈનોએ તો ક્યારેય કહ્યું નથી કે તેઓ ભયભીત છે?
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે ભારતની સમન્યવાદી પરંપરાના નાયક 'દારા શિકોહ' પર આયોજિત એક સેમિનારમાં જણાવ્યું કે, ભારતમાં મુસ્લિમો શા માટે ભયભીત છે? તેઓ શા માટે આટલા બધા ડરેલા છે? તેમની સંખ્યા 15-16 કરોડ હોવા છતાં તેમને શેનો ભય લાગે છે?
તેમણે દલીલ રજુ કરતા જણાવ્યું કે, "ભારતમાં જૈનોની સંખ્યા 40-50 લાખ છે તેમ છતાં તેઓ ભયભીત નથી. 50 હજારની સંખ્યાવાળા પારસીઓએ ક્યારેય કહ્યું નથી કે તેઓ ભયભીત છે. 80-90 લાખ વસતી ધરાવતા બૌદ્ધ ધર્મના લોકોએ પણ ક્યારેય કહ્યું નથી કે તેઓ ભયભીત છે. 5000ની સંખ્યા વાળા યહુદીને પણ કોઈ પણ જાતનો ભય નથી."
બાબરી કેસઃ સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધારાયો, કલ્યાણ સિંહ અંગે માગ્યો રિપોર્ટ
ડો. કૃષ્ણગોપાલે કહ્યું કે, "600 વર્ષ સુધી ભારત પર રાજ કરનારા શા માટે ભયભીત છે? તેમને શું સમસ્યા છે? તે જણાવે. તમે પણ પારસીઓની જેમ હળી-ભળીને રહી શકો છો." કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એકેડમિક્સ ફોર નેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, દારા શિકોહ ઈતિહાસકારોની અસહિષ્ણુતાનો શાકાર બન્યા છે.
જુઓ LIVE TV....