નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર નિર્ણય પહેલા તમામ પક્ષ પરસપર ભાઈચારો અને શાંતિ માટે અપીલ કરી રહ્યાં છે. આ વચ્ચે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવે તેને બધાએ ખુલા મનથી સ્વીકાર કરવો જોઈએ. મહત્વનું છે કે 16 ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલતની 5 સભ્યોની બંધારણીય બેન્ચે અયોધ્યા વિવાદ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરએસએસે ટ્વીટ કરીને કહ્યું, 'આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ વિવાદ પર સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવવાની સંભાવના છે. નિર્ણય જે પણ આવે તેનો બધાએ ખુલા મનથી સ્વીકાર કરવો જોઈએ. નિર્ણય દરમિયાન દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ, આ બધાનું દાયિત્વ છે.' ઉલ્લેખનીય છે કે વીએચપી અને બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીએ પણ નિર્ણય બાદ ભાઈચારો બનાવી રાખવાની વાત કરી હતી. 



માનવામાં આવી રહ્યું છે કે 17 નવેમ્બર પહેલા સુપ્રીમ કોર્ટ તેના પર ચુકાદો સંભળાવી શકે છે. બંધારણીય બેન્ચમાં સીજેઆઈ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ નજીર સામેલ છે. મહત્વનું છે કે 17 નવેમ્બરે ચીફ જસ્ટિસ ગોગૌઈ નિવૃત થઈ રહ્યાં છે અને તેમની નિવૃતી પહેલા નિર્ણય આવવાની આશા છે.