નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ ગયો છે. આરએસએસે શનિવારે પોતાના કાર્યાલયમાં તિરંગો ફરકાવવાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત તિરંગો ફરકાવી રહ્યાં છે. તેની સાથે લખ્યું છે, 'સ્વાધીનતા કા અમૃત મહોત્સવ મનાએં. હર ઘર તિરંગા ફહરાએં. રાષ્ટ્રીય સ્વાભિમાન જગાએ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા સંઘે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલમાં તિરંગાની ડીપી લગાવી હતી. આ સાથે મોહન ભાગવતે પોતાના પ્રોફાઇલનો ફોટો બદલી નાખ્યો છે અને તિરંગો લગાવ્યો છે. સંઘ નેતાઓએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગીદારીની અપીલ પણ કરી છે. 


તો તિરંગા અભિયાનને લઈને કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે નિશાન સાધ્યુ અને કહ્યું- તે લોકો જેણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને ગદો આપ્યો, જેણે આપણા દેશ સાથે છેતરપિંડી કરી, જેણે આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો, જેણે અંગ્રેજો માટે કામ કર્યું, જેણે અંગ્રેજોની માફી માંગી, આજે તે આપણો રાષ્ટ્રીય તિરંગો વેચી રહ્યાં છે. તિરંગા વેચો પાર્ટી. 


આજથી 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ, જાણો રાષ્ટ્રીય ધ્વજને લઈને જરૂરી નિયમ  


નોંધનીય છે કે આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. ગૃહ મંત્રી અમિત શાહે આજે તેમના બંગલાની છત પર તિરંગો ફરકાવ્યો છે. તેમની સાથે તેમના પત્ની સોનલ શાહ જોવા મળ્યા હતા. દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube