ભગવો ઉતારીને લહેરાવ્યો આ ધ્વજ, તોડફોડ અને બબાલ, ઘટનાસ્થળે પહોંચ્યા DM-SP
બુધવારે બપોરે ધમ્મ યાત્રા દરમિયાન બૌદ્ધ અનુયાયીઓમાં સામેલ કેટલાક તોફાની તવ સંકિસા બૌદ્ધ તીર્થ ક્ષેત્રમાં વિવાદીત ટેકરી પર અસ્થિત બિસારી દેવી મંદિર પર ચઢ્યા અને ત્યાં લગાવેલ ભગવો ધ્વજ નીચે ફેંકીને તેના પર પંચશીલ ધ્વજ લગાવ્યો હતો.
ફર્રુખાબાદ: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં સંકિસા બૌદ્ધ તીર્થ ક્ષેત્રમાં સ્થિત વિવાદિત સ્થળ પર બૌદ્ધ ધર્માવલંબીઓની ભીડમાં સામેલ કેટલાક તોફાની તત્વોએ ભગવો ધ્વજ ઉતારીને પંચશીલ ધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજ બદલવાને લઇને બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં ક્ષેત્રમાં સ્થિતિ તણાવપૂર્ણ થઇ ગઇ છે.
પથ્થરમારામાં અનેક લોકો થયા ઘાયલ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે ધમ્મ યાત્રા દરમિયાન બૌદ્ધ અનુયાયીઓમાં સામેલ કેટલાક તોફાની તવ સંકિસા બૌદ્ધ તીર્થ ક્ષેત્રમાં વિવાદીત ટેકરી પર અસ્થિત બિસારી દેવી મંદિર પર ચઢ્યા અને ત્યાં લગાવેલ ભગવો ધ્વજ નીચે ફેંકીને તેના પર પંચશીલ ધ્વજ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘટનાની સૂચના મેળવી ઘટનાસ્થળે પહોંચી સનાતન ધર્મીઓ અને બૌદ્ધ ધર્મી વચ્ચે પથ્થરમારો થયો જેમાં ઘણા લોકો ઘાયલ થયા, ત્યારબાદ સનાતન ધર્મીઓએ મેન રોડ જામી કરી દીધો હતો.
6,6,6,6,6,6,6,6, એક જ ઓવરમાં ફટકારી 8 સિક્સર, આ બેટરે ફટકાર્યા 50 રન
ઘટનાસ્થળે પહોંચ્યા DM-SP
સૂત્રોએ જણાવ્યું કે ઘટનાની સૂચના મળતાં જ ડીએમ માનવેંદ્ર સિંહ અને એસપી અશોક કુમાર મીણા પોલીસ બળની સાથે ધટનાસ્થળે પહોંચ્યા અને ક્રોધે ભરાયેલા સનાતન ધર્મીઓને શાંત કરાવી રસ્તો ખોલાવ્યો. તેમને જણાવ્યું કે સ્થિતિ હવે કંટ્રોલમાં છે. જિલ્લાધિકારીના નિર્દેશ પર ઉપ જિલ્લાધિકારી (સદર) અનિલ કુમારે લેખિત આશ્વાસન આપ્યું કે બિસારી દેવી મંદિરમાં થયેલી તોડફોડને યોગ્ય કરાવી તેને જૂની સ્થિતિમાં કરાવી આપશે.
Money Laundering Case: Jacqueline-નોરાને Luxury Car ગિફ્ટ કરી ચૂક્યો હતો 200 કરોડનો ઠગ આરોપી
40 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
સંકિસા સ્થિત ધાર્મિક સ્થળના સંબંધમાં બૌદ્ધ અનુયાયીઓનો દાવો છે કે આ બૌદ્ધ સ્તૂપ છે અને અહીં ભગવાન બુદ્ધનું સ્વર્ગાતરણ થયું હતું. તો બીજી તરફ સનાતનધર્મીઓનો દાવો છે કે ધાર્મિક સ્થળ પર મા બિસારી દેવીનું પ્રાચીન મંદિર છે. અહીં ભગવાન હનુમાનની પ્રતિમા સ્થાપિત છે, જોકે આ સનાતનધર્મીઓની જગ્યા છે. આ ધાર્મિક સ્થળ પર દાવાને લઇને લગભગ 40 વર્ષથી બૌદ્ધ ધર્મ અને સનાતન ધર્મવલંબીઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube