નવી દિલ્હી : જેએનયુ વિદ્યાર્થી સંઘે દાવો કર્યો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હિંસા ફેલાવી છે. આ હુમલામાં જેએનયુ વિદ્યાર્થી સંઘની નેતા આઇશી ઘોષનાં માથામાં ગંભીર ઇજા થઇ છે. બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠનો એસએફઆઇ, આઇસા અને ડીએસએફ પર પોતાનાં કાર્યકર્તાઓ પર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પુછ્યું કે શું હિન્દુસ્તાનનો આ પ્રકારે વિકાસ થશે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU માં લેફ્ટ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ, સમગ્ર કેમ્પસમાં પોલીસનો ખડકલો

બીજી તરફ અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ (ABVP) એ લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠન SFI, DSF અને આઇસા પર એબીવીપીનાં કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જેએનયુમાં એબીવીપીનાં અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, જેએનયુમાં એબીવીપીનાં કાર્યકર્તાઓ પર લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠનો એસએફઆઇ, આઇસા અને ડીએસએફ સાથે જોડાયેલા લોકોએ હુમલો કર્યો છે. આ હુમલા એબીવીપી સાથે જોડાયેલા આશરે 15 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 


UP CAA હિંસામાં જીવ ગુમાવનાર દરેકને 5-5 લાખની સહાય આપશે સપા

દુર્ગેશે આરોપ લગાવ્યો કે જેએનયુની અલગ અલગ હોસ્ટેલમાં એબીવીપીના વિદ્યાર્થઈઓ પર હુમલા થયા હતા અને હોસ્ટેલની બારી, દરવાજાને લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠનોએ તોડી નાખ્યા છે. જો કે જેએનયુએસયુએ દાવો કર્યો કે, સાબરમતી અને અન્ય હોસ્ટેલમાં એબીવીપીએ પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. એબીવીપીએ પથ્થરમારો અને તોડફોડ પણ કરી. જો કે તોડફોડ કરનારા લોકો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા. જેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube