Video: અસમ-મિઝોરમ સરહદ પર બબાલ, બંને રાજ્યોના મુખ્યમંત્રી આમને-સામને, ગૃહમંત્રી શાહને હસ્તક્ષેપ કરવાની કરી વિનંતી
બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ટ્વીટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યાં છે.
આઇઝોલ/હૈલાકાન્ડીઃ અસમ-મિઝોરમ સરહદ પર સોમવારે હિંસા ભડકી છે. સરહદ પર (Assam-Mizoram border) ઘર્ષણ અને વાહનો પર હુમલો થવાના સમાચાર છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ટ્વીટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યાં છે. હાલના તણાવે દાયકાઓથી ચાલી રહેલા વિવાદને હવા આપી છે. તેને લઈને રાજકારણ ગરમાયું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube