અયોધ્યા : ભગવાન શ્રીરામનું મંદિર બનતા પહેલા બુધવારે જન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા પર 28 વર્ષ બાદ કુબેરેશ્વર શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવ્યો. તેના માટે મણિરામ છાવણીના મહંત કમલ નયન દાસ કુબેર ટેકરી પર પહોંચ્યા હતા. બે કલાક સુધી અનુષ્ઠાન ચાલ્યું હતું. કુબેર ટીલા રાજજન્મભૂમિ પરિસરમાં આવેલી છે. તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) ના સંરક્ષણ હેઠળ છે. મહંત કમલન નયને કહ્યું કે, રૂદ્રાભિષેક મંદિર નિર્માણમાં આવનારી તમામ બાધાઓને દુર કરવા અને કોરોના સંક્રમણના ખાત્મા માટે કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોન્ટાઇન સેન્ટરમાં કોરોના દર્દીઓનો લૂંગી ડાન્સ, સોશિયલ ડિસ્ટેંસિંગની ચિંતા નહી

મહંતે કહ્યું કે, રામ મંદિરના નિર્માણની તૈયારી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહ્યું છે. જમીનનો સમતલ કરવાનું કામ કરી ચુક્યું છે. ઝડપી રામ મંદિર નિર્માણનુ કાર્ય ચાલુ થઇ ચુક્યું છે. જેના માટે સંત સમાજ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. મંદિર નિર્માણ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંકટના કારણે કાર્યક્રમ થઇ શક્યો નહી. હવે તેઓ વડાપ્રધાનને ભૂમિ પુજન માટે આમંત્રીત કરશે. 


વિશ્વમાં કોરોનાના સૌથી જોખમી 15 દેશોમાં ભારતનો સમાવેશ, ફરી લોકડાઉનનો ખતરો

રામલલાના દર્શન કરવા ગયા ત્યારે ઇચ્છા જાગી
મહંત કમલનયને કહ્યું કે, તેઓ રામલલાના દર્શન કરવા ગયા હતા. ત્યારે સમતલીકરણનું કાર્ય ચાલી રહ્યું હતું અને કુબેર ટીલા પર શિવલિંગનું મંદિર પણ જોયું જે ખુબ જ જર્જરિત સ્થિતીમાં છે. તે સમયે તેમની રૂદ્રાભિષેક પુજા કરવાની ઇચ્છા થઇ, આ ક્રમમાં તેઓ આજે પુજા કરવા માટે આવ્યા છે. તેમણે કહ્યું કે, મારુ તો માત્ર પુજાનો જ કાર્યક્રમ છે. મંદિર નિર્માણની પ્રક્રિયા ખુબ જ ઝઢપથી ચાલી રહી છે. ટ્રસ્ટ તૈયારીમાં છે પરંતુ કોરોના સંકટનાં કારણે મંદિર નિર્માણમાં થોડો વધારે સમય લાગી રહ્યો છે. વડાપ્રધાને ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ અહીં આવે, ટોળુ એકત્ર ન થાય તે માટે તેમનો કાર્યક્રમ નથી થઇ રહ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube