Rules for Gratuity: જો કર્મચારીએ કરી નાખી આ ભૂલ તો થશે મોટું નુકસાન...કંપની રોકી શકે છે તમારા ગ્રેચ્યુઈટીના પૈસા
ગ્રેચ્યુઈટીની રકમ કર્મચારીને નોકરી છોડતી વખતે કે પછી રિટાયરમેન્ટ સમયે તેની સર્વિસ પીરિયડના આધારે આપવામાં આવે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં કંપની ઈચ્છે તો કર્મચારીની ગ્રેચ્યુઈટી રોકી પણ શકે છે. જાણો એ ભૂલો વિશે જે કર્મચારી કરે તો તેણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.
ગ્રેચ્યુઈટી એક એવી રકમ છે જે કોઈ પણ કર્મચારીને તેની સારી સેવાઓ બદલ કંપની તરફથી રિવોર્ડ તરીકે આપવામાં આવે છે. જો કે 5 ર્ષની નોકરી બાદ જ આ ગ્રેચ્યુઈટીની રકમ માટે કર્મચારી હકદાર હોય છે. ગ્રેચ્યુઈટીની રકમ કર્મચારીને નોકરી છોડતી વખતે કે પછી રિટાયરમેન્ટ સમયે તેની સર્વિસ પીરિયડના આધારે આપવામાં આવે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં કંપની ઈચ્છે તો કર્મચારીની ગ્રેચ્યુઈટી રોકી પણ શકે છે. જાણો એ ભૂલો વિશે જે કર્મચારી કરે તો તેણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.
આ સ્થિતિમાં કંપની નહીં આપે ગ્રેચ્યુઈટી
કંપની કોઈ કારણ વગર કર્મચારીના ગ્રેચ્યુઈટીના પૈસા રોકતી નથી. પરંતુ જો કોઈ કર્મચારી પર અનૈતિક વ્યવહાર કરવાનો આરોપ લાગે, તેની કોઈ બેદરકારીના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોય તો કંપનીને તેની ગ્રેચ્યુઈટીની રકમ ન આપવાનો અધિકાર રહેલો છે.
મજબૂત પુરાવા
કંપની જો કોઈની ગ્રેચ્યુઈટી રોકે તો તેણે તે પહેલા પુરાવા અને તેના કારણ રજૂ કરવાના હોય છે. જે પણ કારણ કંપની આપે તેના માટે તેણે કર્મચારીને કારણ બતાવો નોટિસ આપવી પડે છે. ત્યારબાદ બંને પક્ષોની સુનાવણી થાય છે. કર્મચારી દોષિત ઠરે ત્યારબાદ જ ગ્રેચ્યુઈટીના પૈસા રોકી શકાય. પરંતુ આવામાં પણ કંપની એટલી રકમ તો કાપશે જ જેટલું તેણે નુકસાન ભોગવ્યું હશે.
આ હાલતમાં પણ કંપનીને રહેલો છે અધિકાર
જ્યારે કંપની કે સંસ્થા ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ રજિસ્ટર્ડ ન હોય તો કર્મચારી ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ આવતા નથી. આવામાં પણ ગ્રેચ્યુઈટી આપવી કે ન આપવી તેનો મદાર કંપની પર હોય છે.
કારણ વગર રોકાય તો?
5 વર્ષની નોકરી સારી રીતે પૂરી કર્યા બાદ પણ કંપની તે ગ્રેચ્યુઈટીના પૈસા ન આપે તો કર્મચારી તે અંગે કંપનીને નોટિસ મોકલી શકે છે. જો ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવે અને તેને રકમ ચૂકવવામાં ન આવે તો કર્મચારી કંપની વિરુદ્ધ શ્રમ આયુક્તને ફરિયાદ કરી શકે છે. આ મામલે કંપની દોષિત ઠરે તો કંપનીએ ગ્રેચ્યુઈટીની રકમ દંડ અને વ્યાજ સાથે ચૂકવવી પડે છે.
ગ્રેચ્યુઈટીના નિયમો
જો કોઈ ખાનગી કે સરકારી કંપનીમાં 10 કે તેનાથી વધુ લોકો કામ કરતા હોય તો તે કંપનીએ તમામ કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ આપવો જોઈએ. જો કર્મચારીએ કંપનીમાં 4 વર્ષ અને 8 મહિના સુધી કામ કર્યું હોય તો તેણે નોકરીના 5 વર્ષ પૂરા કર્યા એમ માનવામાં આવશે અને તેને 5 વર્ષ પ્રમાણે ગ્રેચ્યુઈટીની રકમ મળશે. જો તેણે 4 વર્ષ 8 મહિનાથી ઓછું કામ કર્યું હશે તો તેની નોકરીનો સમયગાળો 4 વર્ષ ગણવામાં આવશે અને આવામાં તેને ગ્રેચ્યુઈટી મળશે નહીં.