દિલ્હીના તિલક નગરમાં હિંસાની અફવા બાદ અફરા-તફરી, બંધ કરાયેલા 7 મેટ્રો સ્ટેશન ફરી શરૂ
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસાની અફવા ફેલાઇ છે. તિસક નગર સહિત ઘણા વિસ્તારોમાં અફરા તફરી મચી ગઈ છે બજાર ઝડપથી બંધ થઈ રહી છે. પોલીસે લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના તિલક નગર, હરિ નગર, ખ્યાલા સહિત કેટલાક વિસ્તારોમાં હિંસાની અફવા બાદ અફર તફરી મચી ગઈ છે. દુકાનો બંધ થઈ રહી છે અને લોકો ભાગી રહ્યાં છે. આ વચ્ચે તિલક નગર સિવાય નાંગલોઈ, સૂરજમલ સ્ટેડિયમ, બદરપુર, તુગલકાબાદ, ઉત્તમ નગર વેસ્ટ અને નવાદા મેટ્રો સ્ટેશનને થોડીવાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે તમામ સ્ટેશન ફરી કાર્યરત થઈ ગયા છે. ટ્વીટર પર પણ તિલક નગર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વચ્ચે દિલ્હી પોલીસે અફવા ગણાવતા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
ડીસીપી વેસ્ટે અફવાને સૌથી મોટી દુશ્મન ગણાવી છે. તેમના તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, ખ્યાલા, રઘુબીર નગર ટેન્શનની અફવા છે, તેથી પાછળ સત્ય નથી. સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય અને શાંતિપૂર્ણ છે. બધાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવે છે.
સૂત્રો પ્રમાણે ખ્યાલામાં પોલીસની સટોરિયા પર રેડ થઈ હતી, જેમાં ગોળી ચાલી ગઈ. પોલીસ વાળા સિવિલ ડ્રેસમાં હતા. આ ચક્કરમાં લોકોએ પોલીસને અને સટોરિયાને હિંસા કરવા વાળા સમજી લીધા અને અફવા ફેલાવા લાગી હતી.
તિલક નગરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે ફેસબુક લાઇવ દ્વારા જણાવ્યું કે, વિસ્તારમાં હિંસાની કોઈ ઘટના બની નથી. કોઈએ અફવા ફેલાવી છે. અફરા તરફી મચી છે. તો ભાજપના નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તેમની તિલક નગર એસએસઓ સાથે વાત થઈ છે અને આ માત્ર અફવા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube