આ પ્રખ્યાત સિંગર વહેંચી રહી છે ભજીયા, તમે પણ તેની સાથે ભજીયા ખાઇને પડાવી શકો છો સેલ્ફી
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષી કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં ખેડૂતો એક થઇ રહ્યા છે જેના કારણે આજે બંધનું આહ્વાન કરી રહ્યા છે. તેઓ સતત ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારોએ પણ ભાગ લીધો છે.
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષી કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં ખેડૂતો એક થઇ રહ્યા છે જેના કારણે આજે બંધનું આહ્વાન કરી રહ્યા છે. તેઓ સતત ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારોએ પણ ભાગ લીધો છે. જ્યાં આ કલાકાર પહેલા માત્ર સોશિયલ મીડિયા પર આંદોલનકર્તાઓ પોસ્ટ કરીને સાથ આપી રહ્યા હતા બીજી તરફ હવે દિલજીત દોસાંજ (Diljit Dosanjh) બાદ સતત ફિલ્મી સ્ટાર જોડાઇ રહ્યા છે. હવે વધારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પંજાબી સિંગર રુપિંદર હાંડા (Rupinder Handa) ખેડૂતો માટે ભજીયા બનાવતી જોવા મળી રહી છે.
ખાતાકીય તપાસના ઝડપી નિકાલ માટે રાજય સરકારે લીધો અતિ મહત્વનો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિંદર હાંડાની આ તસ્વીરો દિલ્હીની ટિકરી બોર્ડર પરથી સામે આવી રહ્યા છે. આને પોસ્ટ કરાત રૂપિંદરે કેપ્શમાં લખ્યું કે, આજે પણ લંગર સેવા આપી રહ્યા છે. વાહે ગુરૂ ભલુ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજે પણ પોતે આંદોલન સ્થળ પર ગત્ત દિવસો દરમિયાન આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું હતું. તેમણે ખેડૂતોને ઠંડીથી બચવા માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું. આ નાણા રહેવા માટેની સારી વ્યવસ્થા કરવા અને ગરમ ધાબળા અને કપડા ખરીદવા માટે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube