Russia: BJP ના મોટા નેતા પર હુમલાનું રચાઈ રહ્યું હતું ષડયંત્ર, રશિયાએ IS આતંકી દબોચ્યો
Russia detains IS suicide bomber: રશિયામાં પકડાયેલા એક ઈસ્લામિક સ્ટેટ એટલે કે ISIS ના આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.
Russia detains IS suicide bomber: રશિયામાં પકડાયેલા એક ઈસ્લામિક સ્ટેટ એટલે કે ISIS ના આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. રશિયાથી મળેલા રિપોર્ટ્સ મુજબ આ આતંકીના નિશાના પર ભારતની સરકારમાં સામેલ પાર્ટી ભાજપના એક મોટા નેતા હતા.
રશિયાએ ભારતમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહેલા આઈએસના એક આત્મઘાતી હુમલાખોરને અટકાયતમાં લીધો છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસના ચીફે સોમવારે જણાવ્યું કે તેમના અધિકારીઓએ એક સ્યુસાઈડ બોમ્બરને અટકાયતમાં લીધો છે. જે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહનો સક્રિય સભ્ય છે. એજન્સીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે આ આતંકી ભારતની સત્તાધારી પાર્ટી ભાજપના એક મોટા નેતા પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.
Manish Sisodia એ એક ટ્વીટથી ખળભળાટ મચાવ્યો, BJP પર લગાવ્યો મોટો આરોપ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube