વિશ્વમાં PM મોદીનો ડંકો: UAE બાદ મહાશક્તિ રશિયાએ આપ્યું સર્વોચ્ચ સન્માન
ઓર્ડર ઓપ સેંટ એંડ્રયૂ દ એપોસલ નામનું પોતાનું આ સન્માન રશિયાનાંવડાપ્રધાન મોદીને ભારત અને રશિયા વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને વિશિષ્ટ રીતે વધારવા માટે એનાયત થયું છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાખ વિશ્વમાં સતત વધી રહી છે. મહાશક્તિ કહેવાતા દેશ રશિયાએ શુક્રવારે મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિકતા સન્માન આપવાની જાહેરાત કરી છે. ઓર્ડર ઓફ સેંટ એંડ્રયૂ દ એપોસલ નામનું આ સન્માન રશિયાએ વડાપ્રધાન મોદીને ભારત અને રશિયા વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને વિશેષ રીતે વધારવા માટે આપવાની જાહેરાત કરી છે.
અલ્પેશ ઠાકોર સામે થઇ શકે છે મોટી કાર્યવાહી, કોંગ્રેસ કરી શકે છે સસ્પેન્ડ
આ સન્માનને વર્ષ 1698માં રશિયાનાં તત્કાલીન સમ્રાટ જાર પીટર ધ ગ્રેટે ઇસા મસીહ અને રશિયાનાં પૈટ્રન સેંટનાં પહેલા દેવદૂતના સન્માનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી આ સન્માન મેળવનારા 17માં વ્યક્તિ છે. આ અગાઉ રશિયા આ સન્માન ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આપી ચુક્યું છે. આ સમ્માનને સોવિયત સંઘના સમયે બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે 1998માં રશિયાએ તેની ફરીથી શરૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 4 એપ્રીલે સંયુક્ત અરબ અમીરાત (UAE) દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ્વિપક્ષીય રણનીતિક સંબંધોને ખુબ જ વધારવા માટે પોતાનાં પ્રતિષ્ઠિત જાયદ મેડલથી સન્માનિત કર્યા હતા. યુએઇનાં રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાને રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રાધ્યક્ષોને આપવામાં આવનારા આ સર્વોચ્ચ સન્માનમાં વડાપ્રધાન મોદીનું સન્માન કર્યું હતું.