નવી દિલ્હી: યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો માટે એક મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ આજે જ કિવ છોડી દે. એવુ પણ કહેવાયું છે કે કિવ છોડવા માટે જે પણ સાધન મળે તે પકડીને તરત ત્યાંથી નીકળી જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ તરફથી કહેવાયું છે કે ટ્રેન કે જે પણ સાધન મળે તે પકડીને લોકો કિવ આજે જ છોડી દે. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રની ફટકાર અને પ્રતિબંધોના વરસાદ છતાં રશિયા અટકવા તૈયાર નથી. તેણે યુક્રેનની રાજધાની કિવ પર કબજા માટે એક મોટું મિલિટ્રી ઓપરેશન શરૂ કરી દીધુ છે. રશિયાનો 40 મીલ (64 કિમી) લાંબો  કાફલો કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. જંગ શરૂ થયા બાદથી આ યુક્રેન તરફ મોકલાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય કાફલો છે. આ પહેલા 27 કિમી લાંબા કાફલાની વાત સામે આવી હતી. 


કાફલામાં સેકડો સૈન્ય વાહન સામેલ
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલી ખબર મુજબ યુએસ પ્રાઈવેટ કંપની Maxar Technologies દ્વારા જારી કરાયેલી સેટેલાઈટ તસવીરોમાં સામે આવ્યું છે કે રશિયાએ કિવ પર કબજા માટે ફાઈનલ જંગ છેડી છે. 64 કિમી લાંબા રશિયન કાફલામાં સેંકડો સૈન્ય વાહન, ટેંક, અર્ટિલરી ગન વગેરે સામેલ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube