કિવમાં લોકો માટે મસીહા બની ભારતીય રેસ્ટોરન્ટ, ભારતીયો સહિત યુક્રેનના લોકો માટે રહેવા-ખાવાનું મફત
સાથિયા નામની રેસ્ટોરન્ટે હુમલાઓ શરૂ થયા ત્યારથી ઓછામાં ઓછા 70 લોકોને શરણ આપી છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવે એ આ મુદ્દે જણાવ્યું છે કે, ચોકોલિવસ્કી બુલેવાર્ડનું બેસમેન્ટમાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારે બોમ્બ બંકર બની ગઈ છે.
Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલાઓ પછી ત્યાં હવે પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે. યુક્રેની લોકોની સાથે સાથે અલગ-અલગ દેશોના લોકોને પારાવાર ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આ અહેવાલો વચ્ચે યૂક્રેન સ્થિત એક ઈન્ડિયન રેસ્ટોરન્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેની નાગરિકો માટે મસીહા બનીને સામે આવી છે. આ રેસ્ટોરન્ટ લોકોને આશ્રય અને મફત ભોજન આપી રહી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના મતે, સાથિયા નામની રેસ્ટોરન્ટે હુમલાઓ શરૂ થયા ત્યારથી ઓછામાં ઓછા 70 લોકોને શરણ આપી છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવે એ આ મુદ્દે જણાવ્યું છે કે, ચોકોલિવસ્કી બુલેવાર્ડનું બેસમેન્ટમાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારે બોમ્બ બંકર બની ગઈ છે. ગત ગુરુવારે યુદ્ધમાં વિસ્ફોટથી ડરી ગયેલા ઘણા લોકો સાથિયા રેસ્ટોરન્ટમાં પોતાનો સામાન લઈને એકઠા થયા હતા. રેસ્ટોરન્ટમાં આશરો લેવા આવેલા લોકોને ચિકન બિરયાની પીરસવામાં આવી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube