Ukraine War: વ્લાદિમિર પુતિને સાંભળવી પડી PM મોદીની વાત, રશિયાએ બનાવ્યો માસ્ટર પ્લાન
યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે.
કીવ/મોસ્કો: યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. પીએમ મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી માટે વાત કરી હતી. ત્યારબાદ રશિયા હવે વિદ્યાર્થીઓને કાઢવા માટે રણનીતિ બનાવી ચૂક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયો બહાર કાઢવામાં આવ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારત પાછા ફર્યા છે.
રશિયાની ન્યૂઝ એજન્સી તાસે આજે જણાવ્યું કે લગભગ 130 રશિયન બસો ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને કાઢવા માટે તૈયાર છે. રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના ચીફ કર્નલ નઝરલ મિખાઈલ મિન્ઝતેસ્વએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે તમામ વિદેશી નાગરિકોને યુક્રેનના ખારકીવ અને સુમીથી રશિયાના બેલગ્રોડ વિસ્તારમાં લાવવામાં આવશે.
Russia Ukraine War: આખરે મોદીના મનમાં શું ચાલી રહ્યું છે? ભારતીય PM ના સ્ટેન્ડથી કન્ફ્યૂઝ થયું QUAD
યુક્રેન અધિકારીઓના સંપર્કમાં સરકાર
ભારત સરકાર રશિયા ઉપરાંત યુક્રેનના પણ સંપર્કમાં છે. સરકારે યુક્રેનના અધિકારીઓ સાથે ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ચર્ચા કરી હતી. રશિયા તૈયાર થયા બાદ હવે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સરળ બની જશે.
Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube