નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે યુક્રેન સંકટને લઈને બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ, વીકે સિંહ ઉપરાંત ઘણા ટોચના અધિકારીઓ હાજર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે ભારત પાડોશી અને વિકાસશીલ દેશોના જેઓ પૂર્વ યુરોપના યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે તેમની પણ મદદ કરશે.


બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ રોમાનિયા અને સ્લોવાકિયાના પ્રધાનમંત્રીઓ સાથે વાત કરી અને યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો.


આ પણ વાંચોઃ યુક્રેનમાં જમીની સ્થિતિ કેવી છે, અત્યાર સુધીમાં કેટલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા, વિદેશ મંત્રાલયે જણાવ્યું


પીએમ મોદીએ દિવસ દરમિયાન પણ બેઠક કરી હતી. આ બેઠકમાં યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયામાં સંકલન કરવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંધિયા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરી માટે રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલન કરશે, જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. સૂત્રોએ જણાવ્યું કે પુરી હંગેરી જશે અને સિંહ ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવા પોલેન્ડ જશે.


આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીયોને રાહત, વિઝા વગર જઈ શકશે પોલેન્ડ બોર્ડર


અત્યાર સુધીમાં લગભગ 8,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જણાવી દઈએ કે યુક્રેનનું એરસ્પેસ બંધ થવાને કારણે ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની પોતાની (યુક્રેનની) બોર્ડર પોસ્ટ દ્વારા ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube