અમદાવાદ : એક કહેવત છે કે મોરના ઇંડા કદી ચિતરવા ન પડે. આમ તો જો કે આ પ્રાણીઓ પરની કહેવત છે પરંતુ મનુષ્ય ગર્વથી તેનો ઉપયોગ પોતાના માટે કરે છે. પરંતુ પ્રાણીઓ પર પણ આ કહેવત સારી રીતે ફીટ બેસે છે. સાથે સાથે પ્રાણીઓમાં પણ પોતાનું બાળક કઇ રીતે શિસ્તમાં રહેવું તે શિખવે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા વીડિયોને આનંદ મહિંદ્રાએ ટ્વીટ કર્યો છે. આનંદ મહિન્દ્રા હંમેશા પોતાનાં વીડિયો ટ્વીટ માટે ચર્ચામાં રહેતા હોય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે માદા રીંછ પોતાનાં બચ્ચા સાથે બરફના પહાડ પર ચડી રહ્યું છે. આ રશિયન રીંછ હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાં માદા રીંછ તો ખુબ સરળતાથી પહાડ પર ચડી જાય છે. જો કે તેનું બચ્ચું જે હજી ચઢાઇ શીખી રહ્યું હોય છે તેના કારણે જ આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. વારંવાર ઉપર ચડવાનાં તે બચ્ચાના પ્રયાસો છતા તે સફળ થતું નથી. જો કે એક વખત તે ઉપર ચઢવાનાં સફળ થાય છે પરંતુ તે પોતાની માતાના પગલા પર જ ઉપર ચડ્યો હોવાની માદા રીંછ તેને ધુત્કારે છે. જેનાં કારણે તે ફરી નીચે સરકી પડે છે. 



જો કે માતાના ધુત્કારનાં કારણે તે ઘણો નીચે સરકી જવા છતા તેને અનોખુ જોમ મળે છે. ત્યાર બાદ તે બરફનાં પહાડ પર જરા પણ અટક્યાં વગર નિર્વિધ્ન રીતે આત્મવિશ્વાસ સાથે ચડવા લાગે છે. એક નવા જ રસ્તેથી તે ચડવા લાગે છે અને ઉપર પહોંચી જાય છે. આખરે તે પોતાની માં પાસે પહોંચવામાં સફળ રહે છે. જેના પગલે માં પણ ખુશ થઇ જાય છે અને પોતાની ખુશી વ્યક્ત કરવા માટે નાચતી ચાલવા લાગે છે જ્યારે પાછળ બચ્ચું પણ તેની પાછળ ખુશીથી દોડે છે. જો કે આમાં ન માત્ર માદા રીંછે પોતાના બાળકને જીવનમાં જઝુમવા માટેની પરંતુ ક્યારે પણ હાર નહી માનવાની શીખ આપી. આ વીડિયો જોઇને માણસો પણ તેમાંથી ઘણુ શીખી શકે છે. વાલીઓ પોતાનાં બાળકને કઇ રીતે સંસ્કારી બનાવવા અને સંતાનોએ કઇ રીતે માં-બાપનો ગુસ્સો પોતાના માટે જ હિતકારી હોય છે તે શિખવે છે. સાથે સાથે સમગ્ર માનવ સમુદાય માટે ટ્રાય એન્ડ ટ્રાય બટ નોટ ક્રાયનો સંદેશ આપે છે. આ વીડિયો જીવનમાં સતત સંઘર્ષ અને આશાવાન રહેવાનું શીખવી જાય છે.