નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના 37 માં દિવસે રશિયાના વિદેશ મંત્રી લાવરોવએ શુક્રવારના ભારતની પ્રશંસા કરતા કહ્યું કે યુક્રેન સાથે યુદ્ધની શરૂઆતથી ભારતનું વલણ નિષ્પક્ષ રહ્યું છે અને ભારત અમેરિકાના દબાવમાં ક્યારે આવ્યું નથી. લાવરોવએ કહ્યું કે રશિયા રક્ષા ક્ષેત્રમાં ભારત સાથે કોઈપણ માલ સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિને પીએમ મોદીને પાઠવી શુભેચ્છાઓ
સર્ગેઈ લાવરોવે કહ્યું કે ભારત અને રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વિકસિત કરતા રહ્યા છે અને તે અમારી પ્રાથમિકતા રહી છે. અમે નિશ્ચિત રીતે વિશ્વ વ્યવસ્થામાં સંતુલન બનાવવામાં રસ દાખવીએ છે. અમે અમારા દ્વિપક્ષીય સંદર્ભને વધુ મજબૂત કર્યા છે. અમારા રાષ્ટ્રપિતએ પીએમ મોદીને શુભચ્છાઓ પાઠવી છે.


Jio ના આ પ્લાનથી છૂટ્યો Airtel-Vi નો પરસેવો! ઓછી કિંમતમાં દરરોજ 2GB ડેટા સાથે અન્ય લાભ


પશ્ચિમ દેશો સાથેના સંબંધ પર આ બોલ્યા રશિયન મંત્રી
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે વર્તમાન સમયમાં અમારો પશ્ચિમ દેશો અને તેમના સહયોગી દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદને ઓછો કરવા ઇચ્છીએ છે. અમે કોઈપણ કિંમતે યુક્રેનમાં સંકટ તરીકે ચાલતા વિવાદના આ આંતરરાષ્ટ્રીય મુદ્દાને ઘટાડવા માંગીએ છીએ. અમે આ તરફ સાર્થક પગલા ઉઠાવી રહ્યા છે. અમે ક્યારે પણ યુદ્ધ ઇચ્છતા નથી. અમે આ વિવાદ દરમિયાન ભારતના પક્ષની પ્રશંસા કરી છે કે ભારત આ સ્થિતિને સંપૂર્ણ રીતે સમજી રહ્યું છે અને તેના પ્રભાવને પણ જોઈ રહ્યું છે. તે બધા માટે વિચારી રહ્યું છે ના માત્ર એકતરફી રીતે.


પ્રથમ વખત ખોટો સાબિત થયો ધોનીનો નિર્ણય! આ ખેલાડી બન્યો CSK ની હારનો સૌથી મોટો જવાબદાર


'ભારતે હંમેશા વિવાદને ઉકેલ્યા'
લાવરોવે કહ્યું કે ઘણા ક્ષેત્રોમાં અમારા દ્વિપક્ષીય સંબંધ સતત વધી રહ્યા છે અને મજબૂત પણ થઈ રહ્યા છે. અમારી બેઠક કોરોના મહામારી ઉપરાંત એક મુશ્કેલ આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં પણ ખુબ જ મહત્વની રહી છે. તેમણે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે, ભારત હંમેશા કૂટનીતિ દ્વારા વિવાદોને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે અને આ વાત ખુબ જ મહત્વની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube