નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામેની લડતમાં સરકારને આર્થિક રીતે મજબૂત કરનારા માત્ર ભારતીય જ નથી પરંતુ વિદેશના લોકો પણ સામેલ છે. રશિયન સરકારની મુખ્ય સંરક્ષણ નિકાસ સંસ્થા રોસોબોરોનેક્સપોર્ટ (Rosoboronexport)એ COVID-19 સંકટથી લડવા માટે  પીએમ કેર્સ ફંડમાં 2 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના એક સૂત્રએ કહ્યું કે, ભારત પરંપરાગત રશિયાથી રોસોબોરોનેક્સપોર્ટના પ્રમુખ ભાગીદાર રહ્યું છે. હવે આ મુશ્કેલીના સમયમાં કંપની માનવીય ઉદ્દેશ્ય માટે તેની મદદ કરી રહી છે. કોરોના સામેની લડત માટે કંપની તરફથી ભારતને 2 મિલિયન ડોલરની રકમ દાન સ્વરૂપે આપવામાં આવી છે. આ મહામારીની સામે આપણી એકજુટતાને પ્રદર્શિત કરે છે.


રોસોબોરોનેક્સપોર્ટ તરફથી ભારત સરકાર દ્વારા સ્થાપિત નાગરિક સહાયતા અને રાહત ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ અથવા PM CARES ફંડમાં આ દાન ચિકિસ્તા ઉપકરણોની વ્યવસ્થા કરવાના ઉદ્દેશ્યથી આપ્યું છે. રોસોબોરોનેક્સપોર્ટ અને ભારત વચ્ચે છેલ્લે મોટો સોદો ઓક્ટોમ્બર 2018માં S400 વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી માટે થયો હતો. તમને જણાવી દઇએ કે, કોરોના સામે જંગમાં PM CARES ફંડમાં યોગદાન આપનાર રોસોબોરોનેક્સપોર્ટ પહેલી વિદેશી કંપની છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સરકારની જાહેરાત બાદ PM CARES એક સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ હોવાના કારણે ભારત અને વિદેશથી મહામારીની અભૂતપૂર્વ પ્રકૃતિને ધઅયાનમાં રાખી યોગદાન સ્વીકાર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube