નવી દિલ્હી : એસ-400 ટ્રાયમ્ફ વાયુ સંરક્ષણ પ્રણાલી અંગેની ભારત અને રશિયા વચ્ચેની ડીલ જે સમગ્ર વિશ્વમાં ગાજી રહી છે. તે S-400શું વસ્તું છે. આ પ્રણાલી એક સાથે 72 મિસાઇલ છોડી શકે છે. ભારતે રશિયા પર લાગેલા અમેરિકન પ્રતિબંધોને નજર અંદાજ કરી શુક્રવારે આ પ્રણાલીની ખરીદી માટે રશિયા સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેના પ્રમુખ બી.એસ ધનોઆએ કહ્યું કે, લાંબા અને મધ્યમ અંતરની વાયુ સંરક્ષણ પ્રણાલી મિસાઇલ પ્રણાલીથી વાયુસેનાને ખુબ જ જરૂરી પ્રોત્સાહન મળશે. આ પ્રણાલી સ્ટીલ્થ વિમાન અને અન્ય કોઇ પણ પ્રકારનાં હવાઇ લક્ષ્યાંકો સહિત કોઇ પણ પ્રકારનાં હવાઇ હૂમલાને તબાહ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. 

વડાપ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે થયેલી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાર ઇશ્યું કરવામાં આવેલ એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બંન્ને પક્ષોએ ભારતને સપાટીથી હવામાં પ્રહાર કરનારી લાંબા અંતરની મિસાઇલ પ્રણાલી એસ-400 પુરૂ પાડવા માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપવાનું સ્વાગત કરવામાં આવ્યું. 

આ વિશ્વની સૌથી મારક હથિયાર પ્રણાલી છે અને તે ચાર અલગ અલગ પ્રકારે વાયુ સંરક્ષણ પુરૂ પાડે છે. જો કે સોદો રશિયા, ઇરાન અને ઉત્તરકોરિયાને નિશાન બનાવનાર અમેરિકી અધિનિયમ (કાઉન્ડરિંગ અમેરિકાજ એડવરસરીજ થ્રૂ સેક્શન એક્ટ)ની સમીક્ષાનાં વર્તુળમાં આવે ચે. ભારતે અમેરિકાની વાયુ સંરક્ષણ મિસાઇલ પ્રણાલી ખરીદવાની પોતાની જરૂરિયાત અંગે માહિતી આપી છે. 

1999માં આ પ્રણાલી કપુસ્તિન યાર પ્રૈક્ટિસ રેન્જમાં સૌપ્રથમ વાર રશિયાનાં તત્કાલીન મંત્રી ઇગોર સર્ગેયેવ સામે રજુ કરવામાં આવી હતી. 2000નાં દશમાં ત્રણ સૌથી અત્યાધુનિક સંરક્ષણ મિસાઇલ પ્રણાલીનું પરીક્ષણ કરવામાં આવ્યું. મિસાઇલ પ્રણાલી એપ્રીલ, 2007થી ઉપયોગ કરવામાં આવી રહી છે. 

એસ-400 અને એસ-300 પીએમયુ2 વાયુ સંરક્ષણ મિસાઇલ કોપ્લેક્સ પર આધારિત છે. નિષ્ણાંતોનાં અનુસાર વાયુ સંરક્ષણ મિસાઇલ પ્રણાલીમાં એક યુદ્ધક નિયંત્રણ ચોકી, હવાઇ લક્ષ્યોની માહિતી લગાવવા માટે ત્રણ કોર્ડિનેટ જેમ રેજિસ્ટેંટ ફેજ્ડ એરે રડાર, છ-આઠ વાયુસ સંરક્ષણ મિસાઇલ કોમ્પલેક્સ અને સાથે જ એક બહુઉપયોગી ફોર કોર્ડિનેટ ઇલ્યૂમિનેશન, એક ટેક્નોલોજીકલ સહાયક પ્રણાલી સહિત અન્ય લાગ્યા. 

એસ-400 પ્રણાલીમાં દરેક ઉંચાઇ પર કામ કરનારી રડાર (ડિટેક્ટર) અને એન્ટેના પોસ્ટના માટે મૂવેબલ ટાવર પણ લગાવી શકાય છે. આ પ્રણાલી 600 કિલોમીટર સુધીનાં અંતર લક્ષ્યાંકોની માહિતી મળી શકે છે અને તેની સામરિક બૈલિસ્ટિક મિસાઇલ પાંચથી 60 કિલોમીટર સુધીનાં લક્ષ્યાંકોને તબાહ કરી શકે છે.