નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું. સરકારે કહ્યું કે જ્યાં સ્થિતિ 'ગંભીર' છે, ત્યાંથી ભારતીયોને બહાર કાઢવા એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશમંત્રી એસ જયશંકરે ગત સપ્તાહે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યાની પૃષ્ઠભૂમિમાં રાજકીય પક્ષોના નેતાઓને અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ વિશે જાણકારી આપી. બેઠકમાં જયશંકર ઉપરાંત રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તથા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી પણ હાજર રહ્યા હતા. 


કેટલા લોકોએ ભારત પાસે માંગી મદદ
વિદેશમંત્રી એસ જયશંકરના નેતૃત્વમાં થયેલી બેઠકમાં વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં ભારત દ્વારા લોકોને બહાર કાઢવાની વાત જણાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી હેલ્પલાઈન પર અત્યાર સુધીમાં 15 હજાર લોકોએ સંપર્ક કર્યો અને મદદ માંગી છે. 


સરકારનું કહેવું છે કે હાલ સંપૂર્ણ ફોકસ અફઘાનિસ્તાનથી લોકોને કાઢવા પર છે. ભારતીય વાયુસેના અને અન્ય એરલાઈન્સની મદદથી લોકોને લાવવાનું કામ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતે દોહા કે દુશામ્બેના રસ્તે લોકોને દિલ્હી પહોંચાડ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube