UNSC ની બેઠકમાં ભારતે સંભળાવી 26/11 હુમલાના પાકિસ્તાની આતંકીની ઓડિયો ક્લિપ
મુંબઈ ખાતે તાજ હોટલમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં ભારતે પાકિસ્તાનની પોલ ખોલી નાખી. ભારતે આતંકી સાજિદ મીરની એ ઓડિયો ક્લિપ પણ દુનિયા સામે રજૂ કરી જેમાં તે 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીઓને ફોન પર આદેશ આપતો હતો.
UNSC Special Meeting: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આગામી મહિને 14મી વરસી છે. જો કે તે પહેલા મુંબઈ આતંકી હુમલા અંગે પાકિસ્તાનના સફેદ જૂઠનો એકવાર ફરીથી પર્દાફાશ થયો છે. ભારતે બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાય સામે મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલાના પાકિસ્તાની કનેક્શનનો પણ ખુલાસો કર્યો છે. આખી દુનિયાએ આજે જોયું કે કઈ રીતે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના આકા મુંબઈ હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને તેમને આદેશ આપીને આ હુમલાને અંજામ આપવામાં આવ્યો. આ આદેશ આપનાર બીજુ કોઈ નહીં પરંતુ સાજિદ મીર છે. આ ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદને પહોંચી વળવા મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં કહ્યું કે 26/11 આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર અને તેની યોજના બનાવનારા હજુ પણ સુરક્ષિત છે અને તેમને સજા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, જ્યારે કેટલાક આતંકીઓ પર પ્રતિબંધ લગાવવાની વાત આવે છે ત્યારે કેટલાક મામલાઓમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ રાજકીય કારણોસર, ખેદજનક રીતે કાર્યવાહી કરવામાં અસમર્થ રહી છે.
આ અગાઉ આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્ય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વિશેષ બેઠક માટે હોટલ તાજ મહેલ પેલેસ પહોંચ્યા. આ દરમિયાન તેમણે હોટલમાં 26/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી.
તાજ હોટલમાં બેઠક
અત્રે જણાવવાનું કે 2008માં મુંબઈ હુમલાની 14મી વરસી પહેલા ભઆરત શુક્રવારથી શરૂ થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બે દિવસની આતંકવાદ વિરોધી બેઠકની મેજબાની કરી રહ્યું છે. કાઉન્ટર ટેરરિઝમ કમિટી (સીટીસી) નવી દિલ્હીની અધ્યક્ષતામાં UNSC ની પ્રમુખ બેઠક તે મુખ્ય સ્થળોમાંથી એક (મુંબઈમાં તાજ હોટલ) પર થઈ રહી છે જ્યાં આ આતંકી હુમલા થયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube