રશિયા સાથે `S-400` ડીલ કરવા ભારત મક્કમ, USને કહ્યું-અમારે શું ખરીદવું અને શું નહીં તે બીજા ન જણાવે
વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ સોમવારે અમેરિકા તરફથી પ્રતિબંધના જોખમને ઉપરવટ જઈને રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે.
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ સોમવારે અમેરિકા તરફથી પ્રતિબંધના જોખમને ઉપરવટ જઈને રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે સૈનિક ઉપકરણો ગમે ત્યાંથી ખરીદવા માટે સ્વતંત્ર છીએ.
અમેરિકા પ્રવાસ પર સોમવારે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સ્વતંત્ર છે. એસ જયશંકરે કહ્યું કે અમે હંમેશા કહેતા આવ્યાં છીએ કે અમે જે પણ ખરીદીએ છીએ તે અમારો સંપ્રભુ અધિકાર છે. તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને જણાવે કે રશિયા પાસેથી અમારે શું ખરીદવું અને શું નહીં. અમે એ પણ નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને એ જણાવે કે અમેરિકા પાસેથી શું ખરીદવું કે શું નહીં.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...