તિરુવનંતપુરમ : ભગવાન અયપ્પા મંદિર સોમવારે સાંજે ફરી એકવાર માસિક પુજા માટે ખુલશે. તે અગાઉ મંદિરની બહારનું પરિસરને ગઢ બનાવી દેવાયો છે. પોલીસનો ભારે ખડકલો સમગ્ર પરિસર અને માર્ગમાં કરી દેવાયો છે. સબરીમાલા મંદિરમાં ગત્ત મહિને સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ ઘર્ષણની સ્થિતી થઇ હતી, જ્યારે માસિક ધર્મની આયુની મહિલાઓનાં પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. જો કે તેમાં તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાહ તા અને ધાર્મિક સંગઠનોએ મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશવા દિધી નહોતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, 2300 પોલીસ કર્મચારીઓને મંદિરની આસપાસ ફરજંદ કરવામાં આવ્યા છે. જેમાં 20 સભ્યોની કમાંડો ટીમ અને 10 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અગાઉ રવિવારે સાંજ સુધી ઝુરમેલી પહોંચેલા શ્રદ્ધાળુઓને સવારે પાંબા અને શનિધામ જવા દેવામાં નહોતા આવ્યા. તેનાથી ગુસ્સે ભરાયેલા શ્રદ્ધાળુઓએ અયપ્પા શરણના નારા લગાવતા ટ્રાફીક જામ કરી દીધો હતો. આ પ્રતિબંધથી ગુસ્સે ભરાયેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, અમે ગત્ત રાતથી રાહ જોઇ રહ્યા છીએ. અમને કહેવાયું કે 6 વાગ્યે જવાની પરવાનગી મળશે. હવે કહેવાઇ રહ્યું છે કે કેરળ રોડવેઝની બસોને બપોરે 12 વાગ્યા બાદ મંજુરી આપવામાં આવશે. અમે ભગવાનની પુજા કરવા માટે આવ્યા છીએ. અમને જવા દેવામાં આવવું જોઇએ. 

ઉલ્લેખનીય છે કે, હિંદુ સંગઠનોએ મીડિયા સંગઠનોને પણ આ બાબતનું કવરેજ કરવા માટે મહિલા પત્રકારોને નહી મોકલવા માટેની અપીલ કરી છે. વીહીપ અને હિંદુ એક્યવેદી સહિત દક્ષિણ પંથી સંગઠનોના સંયુક્ત મંચ પર સબરીમાલાની અપીલ કરી છે. એક શ્રદ્ધાળુએ કહ્યું કે, જો ખાનગી વાહનોને જવાની પરવાનગી નથી તો ફરી તેને રોડવેજ બસોથી જ જવા દેવામાં આવવા જોઇએ. તે ઉપરાંત મીડિયા કર્મચારીઓને પણ નિલક્કલથી પાંબા અને શનિધાનમ એટલે કે મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો.


15 મહિલા પોલીસ કર્મચારી મંદિરની સુરક્ષામાં
મીડિયાને જરૂર સુરક્ષા આપવા માટેના ઉદ્દેશ્યથી તેમને અમે ન જવા દેવામાં આવી રહ્યા. સુરક્ષાની વ્યવસ્થા પુરી થતાની સાથે જ મીડિયાના લોકોને સબરીમાલા અને આસપાસનાં સ્થળો પર જવાની પરમીશન આપવામાં આવશે. મંદિર પરિસરમાં 50 વર્ષથી વધારેની ઉંમરની 15 મહિલાઓને ફરજંદ કરવામાં આવી છે.