Sabarmati-Agra Train Derail: રાજસ્થાનના અજમેરમાં સોમવારે (18 માર્ચ) સાબરમતી-આગરા સુપરફાસ્ટના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં ઘણા મુસાફરોને ઇજા પહોંચી છે. આ અકસ્માત મદાર રેલવે સ્ટેશન પર રાત્રે1.04 સર્જાયો હતો. જ્યારે સાબરમતી-આગરા કેંટ સુપરફાસ્ટ એક્સપ્રેસની ટક્કર માલગાડી સાથે થઇ. રેલવે અધિકારીઓના અનુસાર લોકો પાયલોટે ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક પણ લગાવી, પરંતુ તે ટક્કરને રોકી શક્યા નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચમાં રિલીઝ થયું ગરમીનું 'ટ્રેલર', જાણો 7 દિવસ કેવો રહેશે મૌસમનો મિજાજ
2028 સુધી 81 કરોડ લોકોને Free Ration નો ફાયદો, આગામી 5 વર્ષ માટે સરકારે કરી વ્યવસ્થા


અધિકારીઓના જણાવ્યા અનુસાર માલગાડી સાથે ટક્કરના લીધે એન્જીન સહિત જનરલ કોચના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માતની જાણકારી મળતાં જ રાહત બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઇના મોતના સમાચાર પ્રાપ્ત થયા નથી. કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે તેને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે અજમેર સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. મુસાફરોએ જણાવ્યું છે કે તે સૂતા હતા ત્યરે તેમને અચાનક એક જોરદાર અવાજ સંભળાયો. ત્યારબાદ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 


જુડવા ભાઇ જેવા લાગે છે સંતરા અને કીનૂ? આ રીતે ઓળખો સંતરું છે કે કીનૂ
આ નાનકડું ફળ છે કેલરી અને વિટામીનનો ખજાનો, વજન ઘટાડવા અને કેન્સર માટે છે ફાયદાકારક


રેલવેએ મદદ માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
તો બીજી તરફ ઉત્તર પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે મુસાફરોની મદદ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. તેના તરફથી કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉત્તર પશ્ચિમ રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને કહ્યું કે 'આજે તારીખ 18.03.2024 ને 01.04 વાગે અજમેર પાસે મદારમાં હોમ સિગ્નલ પાસે ગાડી નંબર 12548, સાબરમતી-આગરા કેંટનું ડિરેલમેંટ થયું છે, જેના લીધે એન્જીન અને ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. 


Holashtak 2024: હોળાષ્ટકમાં ધનલાભ માટે અચૂક કરો આ 8 ઉપાય, સુખ-સૌભાગ્યની થશે પ્રાપ્તિ
18 વર્ષ બાદ રાહુ-શુક્ર આવશે એકસાથે, બદલાઇ જશે કિસ્મતના સ્ટાર, ધન-સંપત્તિ થશે બમણી


રેલવે દ્વારા આગળ કહેવામાં આવ્યું છે કે તેમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. રેલવે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતાં દુર્ઘટના સ્થળ પર રેલવે અધિકારીઓ પહોંચી ગયા છે. તથા દુર્ઘટના રાહત ગાડી મદાર પહોંચી ગઇ છે તથા ટ્રેક રેસ્ટોરેશનનું કામ ચાલુ છે. આ ગાડીના રિયર પોર્શન (પાછળના ભાગ)ને અજમેર લઇ જવામાં આવી રહ્યો છે. રેલવે દ્વારા અજમેર સ્ટેશન પર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબર 0145-2429642 જાહેર કરવામાં આવ્યો છે. 


Ambani Family: અંબાણી પરિવારનો નથી આ સભ્ય, તો પણ છે ખાસ, બધાની આંખો તારો છે હેપ્પી
શું છે CVIGIL App, કેમ ધ્રૂજે છે ઉમેદવારો? ચૂંટણી પંચે વોટર્સના હાથમાં આપ્યું હથિયાર