તિરૂવનંતપુરમઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 10થી 50 વર્ષના વયજૂથની રાજસ્વલા મહિલાઓના સબરીમાલા મંદિરમાં પ્રવેશ પરના પ્રતિબંધને દૂર કરી લેવાયા બાદ પ્રથમ વખત ખુલેલા મંદિરના દ્વાર 6 દિવસ બાદ સોમવારે રાત્રે બંધ કરી દેવાયા. જોકે, મંદીરના ગર્ભગૃહમાં 10થી 50 વર્ષની વયજૂથની તમામ મહિલાઓના પ્રવેશના સુપ્રીમના આદેશનું પાલન કરી શકાયું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વયજૂથની કાર્યકર્તા અને પત્રકારો સહિત એક ડઝનથી વધુ મહિલાઓએ ઈતિહાસ રચવાના ઈરાદા સાથે બહાદ્દુરીપૂર્ણ પ્રયાસ કર્યો, પરંતુ ભગવાન અયપ્પાના શ્રદ્ધાળુઓના ભારે વિરોધને કારણે તેમને પાછા ફરવું પડ્યું હતું. સબરીમાલા મંદિરમાં 'દર્શન'ના અંતિમ દિવસે, સોમવારે પણ એક મહિલાએ મંદિરમાં પ્રવેશનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદર્શનકર્તાઓના વિરોધને કારણે તેને પાછા ફરવું પડ્યું હતું.


અધિકારીઓએ જણાવ્યું કે, દલિત કાર્યકર્તા બિંદૂ પહાડી પર આવેલા સબરીમાલા મંદિરના નીચેના ભાગમાં આવેલા પમ્બા તરફ આગળ વધી રહી હતી. પમ્બાથી જ શ્રદ્ધાળુઓ મંદિર માટે 5 કિમીની ચઢાઈ શરૂ કરેક છે. દલિત કાર્યકર્તાને તેની વિનંતી બાદ પોલીસ સુરક્ષા પણ પુરી પાડવામાં આવી હતી. 


સબરીમાલા અંગે સ્મૃતિ ઈરાનીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સેનિટરી પેડ્સના ઉલ્લેખથી ખળભળાટ


બિંદુ કેરળ રાજ્ય પરિવહન નિગમની બસમાં પોલીસ કર્મચારીઓ સાથે જઈ રહી હતી. આ બસ પમ્બા પહંચે તે પહેલાં જ "નેશ્તિક બ્રહ્મચારી"ના મંદિરમાં 10થી 50 વર્ષના વયજૂથની યુવતીઓ અને મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓ અને ભાજપના કાર્યકર્તાઓના એક જૂથે સડક પર રસ્તો બંધ કરી દીધો અને બસને અટકાવી દીધી. ત્યાર બાદ તેમણે દલિત કાર્યકર્તા બિંદુને બસમાંથી નીચે ઉતરી જવા માટે ફરજ પાડી હતી. 



અધિકારીઓએ જણાવ્યું કે, બિન્દુને પોલીસ સુરક્ષામાં લઈ જવાયાં હતાં. 'મેલસંતિ' એટલે કે મુખ્ય પૂજારી અને અન્ય પૂજારી ભગવાન અયપ્પાની પ્રતિમાને ઘેરીને ઊભા રહી ગયા હતા અને 'હરીવર્ષનમ' ગીત ગાવાની સાથે કાર્યક્રમની વચ્ચે જ પૂજાસ્થળના દીવા બુઝાવાનું શરૂ કરી દીધું હતું. ગીત પુરું થવાની સાથે જ મંદિરના કપાટ બંધ કરી દેવાયા હતા. 


સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું કે, સબરીમાલા મંદિરમાં દરેક વયજૂથની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપવાના તેના ચૂકાદા વિરુદ્ધ દાખલ પુનર્વિચાર અરજીને સુનાવણી માટે યાદીમાં લેવા અંગેની તારીખ બાબતે તે મંગળવારે નિર્ણય લેશે.