મુંબઈઃ મુકેશ અંબાણીના ઘર પર વિસ્ફોટક કાર મળવા અને કારોબારી મનસુખ હિરેનના મોતના મામલામાં આરોપી સચિન વાઝે પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે પોલીસ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે મુંબઈ પોલીસે જણાવ્યું કે, સચિન વાઝેને બરતરફ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે સચિન વાઝેની 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણીની સુરક્ષા ચૂક મામલાની તપાસ દરમિયાન એનઆઈએ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટમાં વાઝેની સાથે કામ કરનાર સહાયક પોલીસ નિરીક્ષક રિયાઝુદ્દીન કાઝી અને પૂર્વ પોલીસકર્મી વિનાયક શિંદે તથા ક્રિકેટ સટોરિયા નરેશ ગોરની પણ ધરપકડ કરી ચુકી છે. કાઝીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટીલિયા કેસ સિવાય સચિન વાઝે પર મનસુખ હિરેનના મોત મામલે પણ તપાસ થઈ રહી છે. 5 માર્ચે મુંબઈમાં મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે 25 ફેબ્રુઆરીએ અંબાણીના ઘરની પાસે જે કાર ઉભી રાખવામાં આવી હતી, તે મનસુખ હિરેનની હતી. ત્યારબાદ વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube