શશિ થરૂરે સચિન પાયલની કોંગ્રેસ વિદાય પર વ્યક્ત કર્યું દુ:ખ, ટ્વિટ કરી જણાવી આ વાત
કોંગ્રેસમાં બળવો કરનાર સચિન પાયલટને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીમ પદથી હટાવી દેવાયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે રાજકિય જંગમાં કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી બધુ જ છીનવી લીધું, જે છેલ્લા 6-7 વર્ષમાં સખત મહેનત કરી તેમણે હાંસલ કર્યું હતું. જો કે, કોંગ્રેસે હજુ સુધી સચિન પાયલટને પાર્ટી કાઢવામાં આવ્યા નથી. ના સચિન પાયલટે હજુ સુધી પાર્ટી છોડવાની વાત કરી છે. સચિન પાયલટ પર કોંગ્રેસે જે કાર્યવાહી કરી છે, તેનાથી પાર્ટી કેટલાક નેતાઓએ અંસતોષ જાહેર કર્યો છે.
નવી દિલ્હી: કોંગ્રેસમાં બળવો કરનાર સચિન પાયલટને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીમ પદથી હટાવી દેવાયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે રાજકિય જંગમાં કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી બધુ જ છીનવી લીધું, જે છેલ્લા 6-7 વર્ષમાં સખત મહેનત કરી તેમણે હાંસલ કર્યું હતું. જો કે, કોંગ્રેસે હજુ સુધી સચિન પાયલટને પાર્ટી કાઢવામાં આવ્યા નથી. ના સચિન પાયલટે હજુ સુધી પાર્ટી છોડવાની વાત કરી છે. સચિન પાયલટ પર કોંગ્રેસે જે કાર્યવાહી કરી છે, તેનાથી પાર્ટી કેટલાક નેતાઓએ અંસતોષ જાહેર કર્યો છે.
આ પણ વાંચો:- આવી રહ્યા છે આ જીવલેણ હથિયારો: ઇઝરાયલી હેરોન ડ્રોન અને સ્પાઇક એન્ટી ટેન્ક મિસાઇલો
આ ક્રમમાં કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સચિન પાયલટને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતુ કે, હું સચિન પાયલટના કોંગ્રેસ પાર્ટી છોડવાથી દુ:ખી છું. હું તેમને અમારા એક સારા અને પ્રતિભાશાળી નેતા માનું છું. પાર્ટીથી પોતાનો માર્ગને અલગ કરવા કરતા સારૂં રહેશે કે, તમે અમારી સાથે રહી પાર્ટીને સારી અને મજબૂત બનાવવાની દિશામાં કામ કરો. તેનાથી તમારા, અમારા બધાના સપના પૂરા થતા.
કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે સચિન પાયલટને ટેકો આપ્યો અને કહ્યું કે તેમણે ઘણા વર્ષોથી સમર્પણ સાથે કામ કર્યું છે. હું આશા રાખું છું કે પરિસ્થિતિ નિયંત્રિત થઈ શકે. દુ: ખની વાત છે કે મામલો અહીં પહોંચ્યો છે.
આ પણ વાંચો:- ઇકબાલ અંસારીનો ઓલીને જવાબ, હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો
પૂર્વ સાંસદ પ્રિયા દત્તે કહ્યું હતું કે "દુર્ભાગ્યપૂર્ણ છે કે પાર્ટીએ શક્યતાઓથી ભરેલા બે મોટા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને પાયલટને ગુમાવ્યા છે." દત્તે કહ્યું હતું કે તેઓ માનતા નથી કે મહત્વાકાંક્ષી હોવું એ એક ખોટી બાબત છે.
મુંબઇના પૂર્વ સાંસદે ટ્વીટ કર્યું હતું કે, "બીજા મિત્રએ પાર્ટી છોડી દીધી." સચિન અને જ્યોતિરાદિત્ય બંને સહ-કાર્યકર હતા અને સારા મિત્રો છે. કમનસીબે અમારી પાર્ટીએ શક્યતાઓથી ભરેલા બે મોટા યુવા નેતાઓને ગુમાવ્યા. હું માનતો નથી કે મહત્વાકાંક્ષી બનવું એ એક ખોટી બાબત છે. તેમણે મુશ્કેલ સમયમાં ખૂબ જ મહેનત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube