Sachin Vaze-Antilia Case: પત્ર વિવાદ પર શરદ પવારનું મોટું નિવેદન, જાણો ગૃહમંત્રીના રાજીનામા મુદ્દે શું કહ્યું?
મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઘમાસાણ વચ્ચે NCP પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) આજે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખને તરત હટાવવાનો ઈન્કાર કરી દીધો.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઘમાસાણ વચ્ચે NCP પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) હવે ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવમાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે ખુરશી પરથી હટ્યા બાદ પરમબીર સિંહે આરોપ કેમ લગાવ્યા છે, આ વાત તેમણે પહેલા કેમ ન કરી? તેમણે કહ્યું કે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપ ગંભીર છે પરંતુ તેના કોઈ પ્રમાણ નથી. જે પત્રની વાત થઈ રહી છે તેના પર કોઈના હસ્તાક્ષર નથી. એ પણ સ્પષ્ટ નથી કે ખંડણીથી વસૂલવામાં આવેલી રકમ ગૃહમંત્રી કે તેમના કોઈ સ્ટાફને અપાઈ. તેમણે કહ્યું કે સચિન વાઝેને નોકરી પર ફરીથી બહાલ કરવાનો નિર્ણય મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહનો હતો. તેમાં મુખ્યમંત્રીની કોઈ ભૂમિકા નહતી.
દિલ્હી (Delhi) માં પત્રકાર પરિષદમાં શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે ગૃહમંત્રી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાનો નિર્ણય લેવાનો સંપૂર્ણ હક મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પાસે છે. તેમણે કહ્યું કે મે આ મુદ્દે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વિચાર વિમર્શ કર્યો. મે મહેસૂસ કર્યું છે કે આ મામલે કોઈ નિષ્પક્ષ વ્યક્તિ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવી જોઈએ. હું આ માટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર જૂલિયો રિબેરોનું નામ સજેસ્ટ કરું છું. અત્રે જણાવવાનું કે જુલિયો રિબેરો મહારાષ્ટ્રના ચર્ચિત અને બેદાગ છબીવાળા પોલીસ ઓફિસર રહી ચૂક્યા છે.
મુંબઈ: પૂર્વ કમિશનરે Mohan Delkar suicide કેસ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, લગાવ્યો આ આરોપ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube