Sachin Vaze Case: સચિન વઝેના રહસ્યનો થશે પર્દાફાશ? NIA તપાસમાં સામે આવ્યાં આ 5 મહત્વના પુરાવા
એન્ટિલિયા કેસ (Antilia Case) માં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે (Sachin Vaze) ની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એન્ટિલિયા કેસની તપાસ NIA કરી રહી છે અને એજન્સીની અત્યાર સુધીની તપાસમાં રૂમાલ, સ્કોર્પિયો, ઈનોવા, મર્સિડિઝ અને રિયાઝુદ્દીન કાઝીના પત્ર જેવા મહત્વના પુરાવા મળ્યા છે.
મુંબઈ: એન્ટિલિયા કેસ (Antilia Case) માં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે (Sachin Vaze) ની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એન્ટિલિયા કેસની તપાસ NIA કરી રહી છે અને એજન્સીની અત્યાર સુધીની તપાસમાં રૂમાલ, સ્કોર્પિયો, ઈનોવા, મર્સિડિઝ અને રિયાઝુદ્દીન કાઝીના પત્ર જેવા મહત્વના પુરાવા મળ્યા છે. ખાસ વાત એ છે કે આ પુરાવામાં રૂમાલ અને મર્સિડિઝની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ એ પુરાવા છે જેનાથી સચિન વઝેની મુશ્કેલીઓ વધવાની છે. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર થઈને પણ પોલીસ કમિશનર જેવો રૂઆબ ધરાવનારા સચિન વઝે સંલગ્ન પુરાવાના રહસ્ય અહીં ખોલી રહ્યા છીએ. ત્યારે જાણો સચિન વઝે કેસમાં મર્સિડિઝ અને પીપીઈ કિટની આખી કહાની...
આ કેસની અત્યાર સુધીની 5 મોટી વાતો
પહેલી મોટી વાત- મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને બુધવારે પદથી હટાવી દેવાયા અને તેમની જગ્યાએ હેમંત નગરાલે મુંબઈના નવા પોલીસ કમિશનર બન્યા.
બીજી મોટી વાત- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે સચિન વઝે શિવસેનાના એજન્ટ હતા.
ત્રીજી મોટી વાત- ભાજપનો આરોપ છે કે સચિન વઝેએ જ ગાડી ગુમ થયાનો રિપોર્ટ મનસુખ હિરેન પાસે લખાવ્યો હતો.
ચોથી મોટી વાત- ભાજપે દાવો કર્યો છે કે મનસુખ હિરેનની હત્યા કરીને તેના મૃતદેહને ખાડીમાં ફેંકવામાં આવ્યો હતો.
પાંચમી મોટી વાત- સ્કોર્પિયોની અસલ નંબર પ્લેટ NIA એ એક કાળા રંગની મર્સિડિઝ જપ્ત કરી છે.
'ATS-NIA પાસે વઝે-મનસુખની વાતચીતની ટેપ'
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં સચિન વઝે મામલે પ્રેસ કોન્ફરન્સ કરી. સચિન વઝે શું કરતો હતો, તેના શિવસેના સાથે કેવા સંબંધ હતા અને મનસુખ હિરેન કેવી રીતે મરી ગયો. આ અંગે ફડણવીસે ખુબ ચોંકાવનારા દાવા કર્યા. તેમણે કહ્યું કે એટીએસ અને એનઆઈએ પાસે કેટલીક એવી ટેપ છે જેમાં મનસુખનો અવાજ છે અને તેમા સચિન વઝેએ શું કહ્યું છે તેની પણ પુષ્ટિ થાય છે. હવે આ કનેક્ટેડ મામલો થઈ ગયો છે. આથી મનસુખ હિરેનના મોતની તપાસ પણ NIA એ કરવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર મોટા આરોપ લગાવ્યા છે. તો શિવસેના NIA તપાસ પર જ સવાલ ઉઠાવી રહી છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ છે અને કાયદો પોતાનું કામ કરતો રહે છે. જો ઘરે ઘરે બોમ્બ બની રહ્યા છે તો તમે ચૂપ કેમ છો. જે રીતે મુંબઈમાં જિલેટિનની 20 સ્ટિક્સ મળી તો NIA ઘૂસી ગઈ.
Antilia case ની તપાસ વચ્ચે ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મુંબઈ પોલીસ કમિશનરને હટાવ્યા
Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube