કપૂરથલામાં નિશાન સાહિબનું અપમાન, ટોળાએ માર મારતા આરોપીનું મોત, 24 કલાકમાં બીજી ઘટના
ગોલ્ડન ટેમ્પલમાં શનિવારની ઘટના બાદ રવિવારે કપૂરથલાના નિઝામપુરમાં કથિત અપમાનના આરોપીને માર મારતા તેનું મોત થયું છે.
અમૃતસરઃ પંજાબના ગોલ્ડન ટેમ્પલની અંદર અપમાનનો મામલો ગરમાયો છે. આ વચ્ચે કપૂરથલાથી પણ આવી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે નિશાન સાહિબના અપમાનના આરોપીને ટોળાએ માર માર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું છે.
અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં શનિવારની ઘટના બાદ રવિવારે કપૂરથલાના નિઝામપુરમાં કથિત અપમાનનો મામલો સામે આવ્યો છે. આરોપીને માર માર્યા બાદ તેનું મોત થઈ ગયું છે.
કપૂરથલા ગુરૂદ્વારા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે પોલીસ અને કોઈપણ એજન્સીએ તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. પંજાબ પોલીસ અને રાજ્ય સરકાર અપમાનના મામલા માટે સમાન રૂપથી જવાબદાર છે. આ સાથે લોકોને મોટી સંખ્યામાં એકત્ર થવાનું પણ કહેવામાં આવ્યું છે.
શું છે ઘટના
બાબા અમરજીત સિંહે જણાવ્યુ કે સવારે 4 કલાકે એક વ્યક્તિ દરબાર હોલમાં દાખલ થયો. પ્રવેશના સમયે ગુરૂ સાહિબમાં ગુરૂ મહારાજનો પ્રકાશ થયો નહોતો. હોબાળો મચ્યા બાદ વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંગતે તેને પકડી લીધો. પરંતુ પોલીસનું કહેવું હતું કે મામલો સિલિન્ડર ચોરીનો લાગી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે દિલ્હીમાં યલ્લો એલર્ટ જાહેર, IMD એ આપી ચેતવણી
ગુરૂદ્વારા સાહિબની પાસે પોલીસ ચોકી બનાવવામાં આવી છે. સંગત વ્યક્તિને પોલીસને સોંપવાનો વિરોધ કરી રહી હતી. શિરોમણિ ગુરૂદ્વારા મેનેજમેન્ટને ઘટનાની સૂચના મળતા તે સ્થળ પર પહોંચી હતી. મોટી સંખ્યામાં શીખ સંગઠનો પહોંચવા લાગ્યા હતા. એસએસપી કપૂરથલા સહિત મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે.
શનિવારે ગોલ્ડન ટેમ્પલમાં બની હતી ઘટના
મહત્વનું છે કે શનિવારે પંજાબના અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને લઈને અપમાનનો પ્રયાસ કરનાર વ્યક્તિને પણ ટોળાએ માર મારતા તેનું મોત થયું હતું. ડીસીપી પરમિંદર સિંહે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ ગોલ્ડન ટેમ્પલમાં માહોલ ગરમ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube